જ્યારે એક આણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે ત્યારે આપેલી ઉષ્મા ઉર્જાનો કેટલો ભાગ આંતરીક ઉર્જામાં વધારો કરશે?

  • A

    $2/5$

  • B

    $3/5$

  • C

    $3/7$

  • D

    $3/4$

Similar Questions

અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$

બે અલગ અલગ આદર્શ વાયુ ધરાવતા બૉક્સ ટેબલ ઉપર મૂક્યા છે. $A$ બૉક્સમાં એક મોલ નાઇટ્રોજન વાયુ $T_o$ તાપમાને છે અને $B$ બૉક્સમાં એક મોલ હિલિયમ વાયુ $(7/3)$ $T_o$ તાપમાને છે. હવે, તેમને એકબીજા સાથે ઉષ્મીય સંપર્કમાં મૂકવામાં આવે છે, જેથી કરીને બંને વાયુઓ અંતિમ સામાન્ય તાપમાને પહોંચે, તો અંતિમ સામાન્ય તાપમાન $T_f$ , $T_o$ ના પદમાં કેટલું હશે ? (બંને બૉક્સની ઉષ્માધારિતા અવગણો.)

સેલ્સિયસ માપક્રમ પર એક પદાર્થના તાપમાનમાં $30°$ નો વધારો થાય છે, તો ફેરનહીટ માપક્રમ પર થતો તાપમાનનો વધારો .... $^o$

એક સેન્ટીગ્રેડ અને ફેરનહીટ થરમૉમીટરને ઉકળતા પાણીમાં ડુબાડવામાં આવે છે. ત્યારબાદ પાણીના તાપમાનમાં જ્યાં સુધી ફેરનહીટ થરમૉમીટર $140 °F$ તાપમાન ન દર્શાવે ત્યાં સુધી ઘટાડો કરવામાં આવે છે, તો તેને અનુરૂપ સેન્ટીગ્રેડ થરમૉમીટર ...... $^oC$ તાપમાનનો ઘટાડો દર્શાવશે.

એક પદાર્થનું કૅલ્વિન માપક્રમ પર તાપમાન $x K $ છે. આ પદાર્થનું તાપમાન ફેરનહીટ થરમૉમીટર વડે માપતાં તે $ x °F$ મળે છે, તો $x = $......