$80\ kg$ દળ ધરાવતી વ્યક્તિ $320\ kg$ દળ ધરાવતી ટ્રૉલી પર ઊભો છે. ટ્રૉલી એ ઘર્ષણ રહિત સમક્ષિતિજ રેલ પર સ્થિર છે. જો વ્યક્તિ ટ્રૉલી પર $1\; m/s$ ની ઝડપથી ચાલે તો $4\ s$ સમય બાદ તેનું જનીનની સાપેક્ષે સ્થાનાંતર ........ $m$ હશે ?

  • A

    $5$

  • B

    $4.8$

  • C

    $3.2$

  • D

    $3.0$

Similar Questions

વ્હીલના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $200\ kg - m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા વ્હીલને $1000\ N - m $ ના અચળ ટોર્કથી ફેરવવામાં આવે છે. તેનો $ 3\ s$ બાદ કોણીય વેગ $(rad/sec.)$ માં કેટલી થશે ?

$ℓ$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના ખૂણા પર ત્રણ બિંદુવત દળ $  m$ મૂકેલા છે. ત્રિકોણ ની એકબાજુમાંથી પસાર થતી અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?

$M$ દળ અને $ R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તૂળાકાર તકતી એક સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એળી ભ્રમણકક્ષાને અનુલક્ષીને કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો તેના જેવી જ પરંતુ તેના દળના ચોથા ભાગની તકતી બરોબર તેની ઉપર હળવેથી મૂકવામાં આવે, તો આ નવા તંત્રનો કોણીય વેગ ....... થાય.

$M $ દળ અને $ L$ લંબાઈનો સળિયો સમક્ષિતિજ સમતલમાં મૂકેલો છે. તેનો એક છેડો શિરોલંબ અક્ષ પર હિન્જ (લટકાવવું) કરેલો છે. હીન્જ કરેલા છેડાથી $5L/6$ અંતરે સમક્ષિતિજ બળ $ F = Mg/2$ લગાડવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ કેટલો થશે ?

વર્તૂળાકાર તકતીની કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $I_2$ છે. તેના પર $I_1$ જડત્વની ચાકમાત્રા ધરાવતી બીજી તકતી ને મૂકવામાં આવે છે. આ જ અક્ષ પર $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરતી હોય તો તકતીના જોડાણની અંતિમ કોણીય વેગ કેટલો થશે ?