ક્ષ કિરણો અને $\gamma$ - કિરણો બંન્ને વિદ્યુત ચુંબકીય તરંગો છે તેમના માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે?
ક્ષ કિરણોની ઊર્જા $\gamma$ - કિરણો કરતાં વધારે છે.
સામાન્ય રીતે ક્ષ કિરણોની તરંગ લંબાઈ $\gamma$ - કિરણો કરતાં વધારે છે.
ક્ષ કિરણોની આવૃત્તિ $\gamma$ - કિરણો કરતાં વધારે છે.
ક્ષ કિરણોનો વેગ $\gamma$ - કિરણો કરતાં વધારે છે.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ એક સપાટી પર આપાત થાય છે. આ તરંગ તે સપાટીને વેગમાન $P$ અને $U $ ઊર્જા સુપરત કરે છે, તો ...
$20\,MHz$ ની આવૃત્તિવાળું એક સમતલીય વીજચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x$ અક્ષની દિશામાં પ્રસરણ કરે છે. એક નિશ્ચિત સ્થાન અને સમયે, $\overrightarrow{ E }=6.6 \hat{j}\,V / m$.છે. તો આ બિંદુએ $\vec{B}$ શું છે?
ધારોકે શૂન્યાવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર,
$E =\left\{(3.1 \;N / C ) \text { cos }\left[(1.8 \;rad / m ) y+\left(5.4 \times 10^{6} \;rad / s \right) t\right]\right\} \hat{ i }$ છે.
$(a)$ પ્રસરણ દિશા કઈ છે ?
$(b)$ તરંગલંબાઈ કેટલી છે ?
$(c)$ આવૃત્તિ $v$ કેટલી છે ?
$(d)$ તરંગના ચુંબકીય ક્ષેત્રની કંપવિસ્તાર કેટલો છે?
$(e)$ તરંગના ચુંબકીયક્ષેત્ર માટેનું સમીકરણ લખો.
વિદ્યુતચુંબકીય તરંગોની ઊર્જા ઘનતાનું સૂત્ર લખો.
મુક્ત અવકાશમાં ઇવિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું $r.m.s.$ મૂલ્ય $E_{rms} = 6\, V m^{-1}$ છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય?