ખોટું વિધાન શોધો.
વિદ્યુતક્ષેત્રમાં અમુક બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભાર દીઠ સ્થિતિ ઉર્જાને વિદ્યુત સ્થિતિમાન કહે છે.
વિદ્યુતક્ષેત્રમાં એકબિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે થતું કાર્ય એ બિંદુઓના સ્થાન પર આધાર રાખે છે.
કુલંબીય બળની વિરૂદ્ધમાં જો ધન વિદ્યુતભાર ગતિ કરતો હોય તો તંત્રની સ્થિતિ ઊર્જા વધશે.
મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય એ વિદ્યુતભારને સમતુલ્ય હોતું નથી.
વિધુતબળ સંરક્ષી છે તેમ સમજાવો અને સ્થિતવિધુત સ્થિતિઊર્જાની વ્યાખ્યા લખો.
પ્રોટોનનું દળ $1.67 \times 10^{-27} kg$ અને તેનો ચાર્જ $+1.6 \times 10^{-19} C$ છે. દસ લાખ વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનાં તફાવતે જો તેને પ્રવેગીત કરવામાં આવે તો તેની ગતિઊર્જા $\dots\dots J$ થશે.
હવામાં એકબીજાથી $1\, m$ અંતરે રહેલા બે બિંદુવત ઋણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિઊર્જા ...... (દરેક વિદ્યુતભારનું મૂલ્ય $2\mu C$ છે)
આકૃતિઓ $(a)$ અને $(b)$ અનુક્રમે ધન અને ઋણ વિધુતભારોની ક્ષેત્રરેખાઓ દર્શાવે છે.
$(a)$ સ્થિતિમાન તફાવત $V_P-V_Q$, $V_B-V_A$ નાં ચિહ્ન જણાવો.
$(b)$ એક નાના ઋણ વિદ્યુતભારની $ Q$ અને $P$ તથા $ A$ અને $B$ બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતનાં ચિહ્ન જણાવો.
$(c)$ એક નાના ધન વિદ્યુતભારને $Q$ થી $P$ લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો.
$(d)$ એક નાના ઋણ વિધુતભારને $B$ થી $A$ લઈ જવામાં બાહ્યબળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો.
$(e)$ $B$ થી $A$ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિઊર્જા વધે કે ઘટે ?
વિદ્યુતક્ષેત્ર $\mathop E\limits^ \to \,\, = \,\,{e_1}\,\hat i\,\, + \,\,{e_2}\,\hat j\,\, + \,\,{e_3}\,\hat k\,\,\,\,\,\,\,\mathop r\limits^ \to \,\, = \,\,a\,\hat i\,\, + \,\,b\,\hat j\,\,$ મી છે .થતું કાર્ય............છે.