એક પાસો બે વખત ફેંકતા, તેના અંકોનો સરવાળો $6$ હોય, તો તે પૈકી ઓછામાં ઓછી એક વખત $4$ મળવાની સંભાવના કેટલી થાય ?
$1/6$
$2/5$
$3/5$
$1/2$
તાસની $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે.
પતું કાળીનો એક્કો હોય તેની સંભાવના શું છે?
બે પાસાઓ ફેંકવામાં આવે છે અને પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો લખવામાં આવે છે. ચાલો હવે આપણે આ પ્રયોગ સાથે સંબંધિત નીચે આપેલ ઘટનાઓ વિશે વિચાર કરીએ :
$A:$ “પ્રાપ્ત સરવાળો યુગ્મ સંખ્યા છે
$B:$ “પ્રાપ્ત સરવાળો $3$ નો ગુણક છે'
$c:$ “પ્રાપ્ત સરવાળો $4$ કરતાં નાનો છે?
$D:$ ‘પ્રાપ્ત સરવાળો $11$ કરતાં મોટો છે”
આ ઘટનાઓમાંથી કઈ જોડની ઘટનાઓ પરસ્પર નિવારક છે ?
એક પરિક્ષામાં ઉપસ્થિત $60\%$ સ્ત્રી અને $40\%$ પુરૂષ ઉમેદવારોમાંથી $60\%$ ઉમેદવારો ઉતીર્ણ થાય છે. ઉતીર્ણ થનાર સ્ત્રોઓની સંખ્યા એ ઉતીર્ણ થનાર પુરૂષોની સંખ્યા કરતા બમણી છે. ઉતીર્ણ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો પસંદ થયેલ ઉમેદવાર સ્ત્રી હોય તેની સંભાવના .......... છે.
શબ્દ $\mathrm {'ASSASSINATION'}$ માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે એક વ્યંજન હોય તો પસંદ કરેલા અક્ષરની સંભાવના શોધો.
એક સમતોલ સિક્કો સતત ઉછાળવામાં આવે છે.જો પહેલી ચાર વખત ઉછાળતાં કાંટો આવે તો પાંચમી વખત ઉછાળતા છાપ આવે તેની સંભાવના મેળવો.