એક થેલામાં $4$ લાલ અને $ 4$ વાદળી દડા છે. ચાર દડા એક પછી એક થેલામાંથી લેવામાં આવે છે. તો પસંદ થયેલા દડા ક્રમિક રીતે ભિન્ન રંગના હોવાની સંભાવના શોધો.
$4/27$
$6/35$
$7/32$
$5/29$
એક બોક્સમાં $3$ સફેદ અને $2$ લાલ દડા છે. પહેલાં એક દડો બહાર કાઢવામાં આવે છે અને તેને બદલ્યા સિવાય બીજો દડો બહાર કઢાય છે. તો બીજો દડો લાલ હોવાની સંભાવના કેટલી?
જો $A$ અને $B$ બે ઘટનાઓ હોય, તો નીચેના પૈકી કઈ સાચી નથી.
વિદ્યુત યંત્રના ભાગોનું જોડાણ બે ઉપરચનાઓ $A$ અને $B$ ધરાવે છે. અગાઉની ચકાસવાની કાર્યપ્રણાલી પરથી નીચેની સંભાવનાઓ જ્ઞાત છે તેમ ધારેલ છે :
$P(A$ નિષ્ફળ જાય) $= 0.2$
$P$ (ફક્ત $B$ નિષ્ફળ જાય) $= 0.15$
$P(A $ અને $B$ નિષ્ફળ જાય) $= 0.15$
નીચેની સંભાવનાઓ શોધો :
$P(A $ એકલી નિષ્ફળ જાય)
ધારોકે બે છ મુખી સમતોલ પાસાઓ $ A $ અને $B$ ને એક સાથે ઉછાળવામાં આવે છે. જો $E_1$ એ પાસા $ A$ પર ચાર આવે તે ઘટના દર્શાવે છે, $ E_2$ એ પાસા $B$ પર બે આવે તે ઘટના દર્શાવે છે અને $E_3$ એ બંને પાસા પર આવતી સંખ્યાઓનો સરવાળો એકી આવે તે ઘટના દર્શાવે છે, તો નીચેના માંથી કયું વિધાન ખોટું છે?
જેની ઉપર પૂર્ણાકો $1, 2, 3$ લાલ રંગથી અને $4, 5, 6$ લીલા રંગથી લખેલ હોય તેવા પાસાને ફેંકવામાં આવે છે. પાસા પર મળતો પૂર્ણાક યુગ્મ છે તે ઘટનાને $A$ વડે તથા પાસા પરનો પૂર્ણક લાલ રંગથી લખેલ છે તે ઘટનાને $B$ વડે દર્શાવીએ, તો ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ છે ?