જો વિતરણના દરેક પદને $2 $ જેટલું વધારવામાં આવે તો વિતરણનો મધ્ધ્યસ્થ અને પ્રમાણિત વિચલન કેટલું થશે ?
મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન $2$ જેટલું વધે.
મધ્યસ્થ $ 2$ જેટલું વધે અને પ્રમાણિત વિચલનમાં કોઇ ફેરફાર થતો નથી.
મધ્યસ્થમાં કોઇ ફેરફાર થતો નથી પરંતુ પ્રમાણિત વિચલન $2$ જેટલું વધે છે.
મધ્યસ્થ અને પ્રમાણિત બંનેમાં કોઇ ફેરફાર થતો નથી.
સંખ્યાઓ $3,7, x$ અને $y(x>y)$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $5$ અને $10$ છે. તો ચાર સંખ્યાઓ $3+2 \mathrm{x}, 7+2 \mathrm{y}, \mathrm{x}+\mathrm{y}$ અને $x-y$ નો મધ્યક મેળવો.
$40$ અવલોકનનું સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે $30$ અને $5$ છે. જો પછીથી માલૂમ પડ્યું કે બે અવલોકનો $12$ અને $10$ ભૂલથી લેવાય ગયા છે . જો $\sigma$ એ અવલોકનો દૂર કર્યા પછીનું પ્રમાણિત વિચલન હોય તો $38 \sigma^{2}$ ની કિમંત $.........$ થાય.
અવલોકનોનાં બે ગણના આંકડાઓ નીચે મુજબ આપેલ છે :
કદ | મધ્યક | વિચરણ | |
અવલોકન $I$ | $10$ | $2$ | $2$ |
અવલોકન $II$ | $n$ | $3$ | $1$ |
જો બંને અવલોકનોનાં સંયુક્ત ગણનો વિચરણ $\frac{17}{9}$ હોય, તો $n$ નું મૂલ્ય ..... છે.
વીસ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2$ છે.પુનઃતપાસ કરતાં માલૂમ પડ્યું કે અવલોકન $8$ ખોટું છે. ખોટા અવલોકનને બદલે $12$ મૂકવામાં આવે તો સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો.
એક ડિઝાઇનમાં બનાવેલ વર્તુળોના વ્યાસ (મિમીમાં) નીચે આપ્યા છે :
વ્યાસ | $33-36$ | $37-40$ | $41-44$ | $45-48$ | $49-52$ |
વર્તુળોની સંખ્યા | $15$ | $17$ | $21$ | $22$ | $25$ |
વર્તુળોના વ્યાસનું પ્રમાણિત વિચલન અને મધ્યક વ્યાસ શોધો.