જ્યારે તાંબાના ગોળાને ગરમ કરવામાં આવે છે ત્યારે અવલોકનમાં મહત્તમ પ્રતિશત ફેરફાર શેમાં જોવા મળશે ?
ત્રિજ્યા
ક્ષેત્રફળ
કદ
આપેલ પૈકી એકપણ નહિ
આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. જેમાં ક્રમિક અવલોકનોનાં માપ નીચે મુજબ મળે છે : $2.63 \;s , 2.56 \;s , 2.42\; s , 2.71 \;s$ અને $2.80 \;s$ તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો.
આપેલ રાશિની ગાણિતિક ગણતરીમાં અનિશ્ચિતતા અથવા ત્રુટિ નક્કી કરવાના નિયમો ઉદાહરણ દ્વારા સમજાવો.
લઘુતમ માપ કોને કહે છે ? લઘુતમ માપ ત્રુટિ એટલે શું ?
સાદા લોલકનો આવર્તકાળ $T =2 \pi \sqrt{\frac{\ell}{ g }}$ છે. $1\, mm$ ચોકસાઇથી લોલકની લંબાઈ માપતા $10\, cm$ મળે છે. $1\,s$ ની લઘુતમ માપશક્તિ વાળી ઘડિયાળથી માપતા $200$ દોલનનો સમય $100$ સેકન્ડ મળે છે. આ સાદા લોલક દ્વારા $g$ ના મૂલ્યને ચોકસાઈ સાથે માપતા પ્રતિશત ત્રુટી $x$ મળે છે.$x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું ($\%$ માં) હશે?
સેકન્ડના લોલકના દોલનોનો સરેરાશ આવર્તકાળ $2.00$ સેકન્ડ છે અને આવર્તકાળની સરેરાશ ત્રુટિ $0.05$ સેકન્ડ છે. મહત્તમ ત્રુટિનું અંદાજિત મૂલ્ય મેળવવા માટે આવર્તકાળ કેટલો હોવો જોઇએ ?