$1\,cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોળા પર $500\,nm$ તરંગલંબાઈ અને $0.5\, W/cm^2$ તીવ્રતા ધરાવતો પ્રકાશ આપાત કરતાં તેના પર લાગતું બળ શોધો. આપાત પ્રકાશ વર્તુળાકાર સપાટીને લંબ છે. (અથડામણ સંપૂર્ણ અસ્થિતસ્થાપક)
ફોટો સંવેદી પદાર્થના પૃષ્ઠ પર $300\ nm$ અને તરંગ લંબાઈ અને $1.0 watt/m^2$ તીવ્રતાનો પારજાંબલી પ્રકાશ આપાત થાય છે. જો $1\%$ આપાત ફોટોન ફોટો ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરે તો પૃષ્ઠના $1.0\ cm^2$ ક્ષેત્રફળમાંથી ઉત્સર્જાતા ફોટો ઈલેક્ટ્રોનની સંખ્યા ......છે.
જો ફોટોનનો વેગ $c$ અને આવૃતિ $\nu$ હોય તો તેની તરંગલંબાઈ કેટલી થાય?
$100\ W$ ક્ષમતા ધરાવતા એક ઈલેક્ટ્રિક બલ્બ દ્વારા દર સેકન્ડે $410\ nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોન ઉત્સર્જિત થાય છે, તો ફોટોનની સંખ્યા ...... હશે. $(h = 6 × 10^{-34} J . s, c = 3 ×10^8 ms^{-1})$
સોડિયમ ધાતુની સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉન માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે.