$200\;W$ નો સોડિયમ સ્ટ્રીટ લેમ્પ $0.6 \mu m$ તરંગલંબાઈનો પીળો પ્રકાશ ઉત્પન કરે છે. વિદ્યુતઊર્જાનું આ લેમ્પ $25 \%$ ક્ષમતાથી પ્રકાશઊર્જામાં રૂપાંતર કરતો હોય, તો તેમાંથી એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા કેટલી હશે?
$1.5 \times 10^{20}$
$62 \times 10^{20}$
$3 \times 10^{19}$
$6 \times 10^{18}$
એક ફોટોન વડે સમાન ગતિઊર્જાવાળા ઈલેકટ્રૉન-પ્રોઝીટ્રૉન જોડકાંનું નિર્માણ થાય છે. જો દરેક કણની ગતિઊર્જા $0.29\ MeV$ હોય, તો ફોટોનની ઊર્જા .......... $MeV$ હોવી જોઈએ.
ફોટો ઇલેક્ટ્રૉન કોને કહે છે?
બે બલ્બને $5\%$ ઊર્જા આપવામાં આવે તો તે દ્રશ્યમાન પ્રકાશની જેમ વર્તેં છે. $100$ વોટ ના લેમ્પ વડે પ્રતિ સેકન્ડે કેટલા કવોન્ટમ ઉત્સર્જાતા હશે? (દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ $5.6 \times10^{-5} cm$)
$10 kW $ નો પાવર ધરાવતું ટ્રાન્સમીટર $300 metres$ ની તરંગલંબાઇનું ઉત્સર્જન કરે છે.તો $1 sec$ માં કેટલા ફોટોનનું ઉત્સર્જન થાય?
આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રીક સમીકરણ મુજબ, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને આપાત વિકિરણની આવૃત્તિનો આલેખ કેવો થાય?