$5\; W$ ના ઉદગમમાંથી $5000\;\mathring A$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્સર્જાય છે. કોઈ ધાતુની ફોટો-સંવેદી સપાટીથી આ ઉદગમને $0.5\;m$ દૂર રાખતા ધાતુની સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઉદગમને $1\;m$ ના અંતરે ખસેડવામાં આવે, ત્યારે સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય?

  • [AIPMT 2007]
  • A

    $4$ ના ગુણાંકથી ઘટશે

  • B

    $2$ ના ગુણાંકથી ઘટશે

  • C

    $8$ ના ગુણાંકથી ઘટશે

  • D

    $16$ ના ગુણાંકથી ઘટશે

Similar Questions

બે પ્લેટ વચ્ચેનું અંતર $1\ cm$ અને વોલ્ટેજ તફાવત $1000\ V$ છે.ચુંબકીયક્ષેત્ર $B = 1\ T$ છે ઇલેકટ્રોન વિચલન વગર પસાર થતો હોય,તો તેનો વેગ કેટલો હશે?

એક લેસર પુંજ $(\lambda = 633\ nm)$ નો પાવર $3\ mW$ છે. જો તેના આડછેદ નું ક્ષેત્રફળ $3\ mm^2$ હોય તો આ સ્તંભ વડે સપાટી પર લાગતું દબાણ કેટલું હશે? (ધારો કે આ સંપૂર્ણ પરાવર્તક છે અને સામાન્ય પ્રકાશ આપાત થાય છે.)

એક પ્રોટોન ઈલેક્ટ્રોન કરતાં $1840$ ગણો ભારે છે. જ્યારે તે $1\ kV$ ના સ્થિતિમાનના તફાવત પ્રવેગિત કરવામાં આવે તો તેની ગતિ ઊર્જા કેટલા ................ $keV$ હશે?

બે ધાતુઓ $A$ અને $B$ ને $350\,nm$ ના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે છે. ધાતુઓ $A$ અને $B$ નાં કાર્યવિધેયો અનુક્રમે $4.8\,eV$ અને $2.2\,eV$ હોય તો સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2023]

ફોટોઈલેક્ટ્રિક અસરમાં યોગ્ય આવૃત્તિનાં મજબૂત તિવ્રતાને બદલે ઓછી તીવ્રતાના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે તો