$\sqrt{34} \,m$ લાંબી અને $10 \,kg$ વજન ધરાવતી એક સીડી (નીસરણી) ધર્ષણરહિત દિવાલ પર ટેક્વેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પગ (નીચેનો છેડો) દિવાલથી $3 \,m$ અંતરે રાખેલ છે. જો $F _{f}$ અને $F _{ w }$ એ અનુક્રમે ભોંયતળિયા અને દિવાલ દ્વારા લાગતું લંબબળ હોય તો ગુણોત્તર $F _{ w } / F _{f}$ ............ થશે.
$\left(g=10 \,m / s ^{2}\right.$ નો ઉપયોગ કરો.)
$\frac{6}{\sqrt{110}}$
$\frac{3}{\sqrt{113}}$
$\frac{3}{\sqrt{109}}$
$\frac{2}{\sqrt{109}}$
$M=4 \,kg$ દળ અને $R=10 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક નિયમિત તક્તિને સમક્ષિતિજ એક્સેલ (ધરી) સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જડવામાં આવેલ છે. $m =2 \,kg$ દળ ધરાવતા ચોસલાને દળરહિત દોરી, કે જેને તક્તિના પરીઘ ઉપર વીંટાળેલ છે, ની મદદથી લટકાવવામાં આવેલ છે. ચોસલાના પતન દરમ્યાન દોરી (તક્તિ ઉપર) સરક્તી નથી અને ધરી માં ધર્ષણ નથી (તેમ ધારો). દોરીમાં તણાવ .............. $N$ હશે. ( $g =10 \,ms ^{-2}$ લો.)
તંત્રના સંતુલન માટે, $m$ દળનું મૂલ્ય .............. $kg$ થાય?
ચાકગતિય સંતુલન અને સ્થાનાંતરણ સંતુલનની શરત લખો.
$L$ લંબાઇનો સળિયા બે માણસના ખંભા પર છે. છેડા પરના એક માણસ પર $ 1\over 4 $ માં ભાગનું વજનબળ લાગે છે. તો બીજો માણસ આ છેડાથી કેટલે દૂર હશે?
એક $3 \,m$ લાંબી નિરસણી, જે $20 \,kg$ વજન ધરાવે છે તે ઘર્ષણરહિત દીવાલ પર ઝુકાવેલ છે. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો દીવાલથી $1\, m$ દૂર છે. દીવાલ અને ભોંયતળિયાનાં પ્રતિક્રિયા બળો શોધો.