$2\; kg$ દળનો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર $4\; m / s$ ના વેગથી ગતિ કરે છે. તે સામાન્ય સ્થિતિમાં રહેલી એક સ્પ્રિંગને દબાવે છે. આ દબાણ બ્લોક જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે. તેનું ગતિક ઘર્ષણબળ $15 \;N$ અને સ્પ્રિંગ અચળાંક $10,000 \;N / m$ છે. તો સ્પ્રિંગ કેટલી દબાશે ($cm$ માં)?

  • [AIEEE 2007]
  • A

    $5.5$

  • B

    $2.5$ 

  • C

    $11$

  • D

    $8.5$ 

Similar Questions

$m = 0.1\,kg$ દળ નો એક બ્લોક અજ્ઞાત સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી એક સ્પ્રિંગ સાથે જોડેલી છે. જેને તેની સમતોલ અવસ્થામાથી $x$ અંતર જેટલી દબાવેલી છે. સમતોલન સ્થિતિ ના અડધા અંતરે $(\frac {x}{2})$ પહોચ્યાં બાદ, તે બીજા બ્લોક સાથે અથડાઇ ને સ્થિર થાય છે, જ્યારે બીજો બ્લોક $3\,ms^{-1}$ વેગ થી ગતિ કરે છે. તો સ્પ્રિંગ ની પ્રારંભિક ઉર્જા કેટલા ................ $\mathrm{J}$ હશે?

  • [JEE MAIN 2015]

$M$ દળવાળા બ્લોકને સ્પ્રિંગના નીચેના છેડે લગાડવામાં આવે છે. સ્પ્રિંગને છત સાથે લટકાવેલ છે અને તેનો બળ અચળાંક $k$ છે. બ્લોકને સ્પ્રિંગની ખેંચાણ વગરની મૂળ સ્થિતિમાંથી મુકત કરવામાં આવે છે. સ્પ્રિંગની લંબાઇમાં થતો મહત્તમ વધારો કેટલો હશે?

  • [AIPMT 2009]

જયારે સ્પિંગ્રને $2 cm$ ખેંચતાં $100 J$ ઊર્જાનો સંગ્રહ થાય છે.હવે,તેને ફરીથી $2 cm$ ખેંચતા ઊર્જામાં કેટલા ............ $\mathrm{J}$ વધારો થશે?

$2 kg$  નો ટુકડો સમક્ષિતિજ તળિયે $4 m/s$  ની ઝડપે સરકે છે તે અસંકુચિત સ્પ્રિંગ સાથે અથડાય છે. તેનું ગતિક ઘર્ષણબળ $15 N$ અને સ્પ્રિંગ અચળાંક $10, 000 N/m $ છે. તો સ્પ્રિંગ કેટલા......$cm$ સંકોચન પામશે ?

$m$ દળ ધરાવતા એક ચોસલાને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગ વડે જોડવામાં આવેલ છે. આ ચોસલાને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવે છે અને સ્પ્રિંગના બીજા છેડાને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જડવામાં આવેલ છે. જો અચળ બળથી ચોસલાને ખેંચવામાં આવે તો ચોસલા દ્વારા ધારણ કરવામાં આવતી મહત્તમ ઝડ૫ _______ થાય.

  • [JEE MAIN 2019]