ઘર્ષણરહિત સમક્ષિતિજ સમતલમાં એક $m$ દળનો બ્લોક દળરહિત સ્પ્રિંગ સાથે જોડેલ છે જે $'A'$ કંપવિસ્તારથી આવર્તગતિ કરે છે. જ્યારે તે સમતોલન સ્થાનેથી પસાર થાય ત્યારે તેમાંથી અડધું દળ છૂટું પડી જાય છે. બાકી રહેલ તંત્ર $fA$ જેટલા કંપવિસ્તારથી ગતિ કરે છે. તો $f$ નું મૂલ્ય કેટલું હશે?
$\frac{1}{2}$
$\frac{1}{\sqrt{2}}$
$1$
$\sqrt{2}$
એક સ્પ્રિંગના છેડે $m$ દળનો પદાર્થ લટકાવીને દોલિત કરતાં આવૃત્તિ $“v''$ મળે છે. જો લટકાવેલ દળ ચોથા ભાગનું કરવામાં આવે તો હવે તેના દોલનની આવૃત્તિ કેટલી થાય ?
જો કોઈ સ્પ્રિંગને $100 \,g$ દળ $9.8$ સેમી જેટલી ખેંચી શકે છે. જ્યારે તેને ઊર્ધ્વ દિશામાં લટકાવેલી હોય. જો $6.28 \,s$ નો આવર્તકાળ ધરાવતી ગતી કરવાની હોય તો તેની સાથે હવે ............ $g$ દળ ઉમેરવું જોઈએ.
$l$ લંબાઇ અને $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગમાંથી $l /4$ લંબાઇની સ્પ્રિંગ કાપી લેતાં વધેલા ભાગનો બળ અચળાંક કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $'2K'$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે એકસમાન સ્પ્રિંગ, દઢ આધાર સાથે જડિત છે અને $m$ દળ ધરાવતાં ચોસલાં સાથે જોડાયેલ છે. સંતુલન સ્થિતિ સ્થાનની બંને તરફ જો દળને વિસ્થાપીત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. આ તંત્રનાં દોલનોનો આવર્તકાળ ...... છે.
$k_1$ અને $k_2$ બળઅચળાંક ઘરાવતી બે સ્પ્રિંગને શ્રેણીમાં જોડેલ છે. આ સંયોજનનો સમતુલ્ય બળ અચળાંક શેના વડે આપવામાં આવે?