પ્રારંભમાં સ્થિર પદાર્થ $2M $ અને $3M $ દળ ના બે ટૂકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિઊર્જા $E$ છે. ટૂકડામાં વહેંચાયા બાદ $ 2M$ દળના ટૂકડાની ગતિઊર્જા કેટલી હશે?
$\frac{E}{2}\;$
$\frac{E}{5}$
$\frac{{3E}}{5}$
$\frac{{2E}}{5}$
$9 kg$ દળનો એક બોમ્બ $3 kg$ અને $6 kg$ દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. $6 kg $ ના ટુકડાની ગતિ ઊર્જા $120 J$ તો $3 kg$ દળની ગતિ ઊર્જા ......... $J$ શોધો.
એક ગાડીને $10 m/s$ થી $20 m/s $ સુધી પ્રવેગી કરવા માટે જરૂરી ઊર્જાએ સ્થિર સ્થિતિએ રહેલી ગાડીને $10 m/s$ જેટલી પ્રવેગીત કરવા માટે જરૂરી ઊર્જા કેટલા ગણી છે?
પદાર્થનું રેખીય વેગમાન $p$ અને તેનો વેગ હોય તો તેની ગતિ-ઊર્જાનું સૂત્ર લખો.
બે કણો જેમના દળનો ગુણોત્તર $1 : 2$ હોય અને સમાન ગતિ ઊર્જા ધરાવતા હોય તો તેમના વેગમાનનો ગુણોત્તર શું હશે ?
જો એક હલકા પદાર્થ (દળ $M_1$ અને વેગ $V_1$) અને એક ભારે પદાર્થ (દળ $M_2$ અને વેગ $V_2$) જેઓની ગતિ ઊર્જા સમાન હોય તો.....