પદાર્થ ઉદગમબિદુથી શરૂ કરે છે જેનો પ્રવેગ $6 m/s^2$  $x$ દિશામાં અને $8 m/s^2$  $y$ દિશામાં, તો તેણે $4\,sec$ માં ........ $m$ અંતર કાપશે.

  • A

    $56 $

  • B

    $64$

  • C

    $80$

  • D

    $128 $

Similar Questions

કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. શું તેનો અર્થ એ થાય કે કોઈ રાશિ જેને માન અને દિશા બંને હોય તે સદિશ જ હશે ? કોઈ વસ્તુનું પરિભ્રમણ, ભ્રમણાક્ષની દિશા તથા કોણીય સ્થાન વડે દર્શાવી શકાય છે. શું તેનો અર્થ એ થાય કે કોઈ પણ પરિભ્રમણ એક સદિશ છે ?

એક ઓરડાના પરિમાણ $ 10\,m \times 12\,m \times 14\,m. $ હોય તો એક પતંગિયું એક ખૂણેથી,વિકર્ણના સામેના ખૂણે જાય, તો તેના દ્વારા થયેલા સ્થાનાંતરનું મુલ્ય કેટલા......... $m$ હશે?

એક સ્થિર કાર પર રહેલી રમકડાની બંદૂકમાથી છૂટેલી ગોળીનો મહત્તમ વિસ્તાર $R_0= 10\, m$ છે. જો કાર ને સમક્ષિતિજમાં ગોળી છૂટવાની દિશામાં અચળ વેગ $v = 20\, m/s$ થી ગતિ કરાવવામાં આવે તો મહત્તમ વિસ્તાર માટે બંદુકનો લઘુકોણ ...... $^o$ થાય.

  • [JEE MAIN 2013]

એક નદીમાં પાણી $3\, ms^{-1}$ ની ઝડપથી પૂર્વ દિશામાં વહી રહ્યું છે. એક તરવૈયો સ્થિર પાણીમાં $4\,ms^{-1}$ ની ઝડપથી તરી રહ્યો છે. (આકૃતિ)

$(a)$ જો તરવૈયો ઉત્તર દિશામાં તરવાનું શરૂ કરે તો તેનો પરિણામી વેગ કેટલો ?

$(b)$ દક્ષિણ કાંઠાના $A$ બિંદુથી તરવાનું શરૂ કરી સામેના કાંઠા પરના $B$ બિંદુએ પહોંચવું હોય તો,

$(i)$ તેણે કઈ દિશામાં તરવું જોઈએ ?

$(ii)$ તેની પરિણામી ઝડપ કેટલી હશે ?

$(c)$ ઉપરના $(a)$ અને $(b)$ કિસ્સાઓ પૈકી કયા કિસ્સામાં તે સામેના કાંઠે ઓછા સમયમાં પહોંચી શકે ? 

એક વ્યક્તિ વર્તુળાકાર માર્ગ ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $ A$ થી $B$ પર જાય છે. જો તે $60\,m$ જેટલું અંતર કાપતો હોય, તો તેના સ્થાનાંતરનું મૂલ્ય (માનાંક) લગભગ $.......m$ થશે.
$\left(\cos 135^{\circ}=-0.7\right.$ આપેલ છે.)

  • [JEE MAIN 2022]