એક કણ પૂર્વ દિશામાં $6 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. તે કણ $6 \,s$ બાદ પૂર્વથી ઉત્તર દિશામાં $60^{\circ}$ ના ખૂણે સમાન ઝડપથી ગતિ કરતો મળે છે. આ સમયગાળા દરમિયાન તેના સરેરાશ પ્રવેગની તીવ્રતા ........... $m / s ^2$ હશે.

213030-q

  • A

    $6$

  • B

    $3$

  • C

    $1$

  • D

    $0$

Similar Questions

કોઈ ઊંચા ટાવર પરથી એક બોલને અધોદિશામાં મુક્તપતન આપવામાં આવે છે અને બીજા બોલને તે જ સ્થાનેથી સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે, તો કયો બોલ જમીન પર પહેલા આવશે ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વ્યક્તિ ચોરસના $A$ બિંદુથી સામેના છેડે આવેલા $C$ બિંદુ પર જવા માંગે છે. ચોરસની બાજુની લંબાઈ $100\, m$ છે. મધ્યમાં આવેલ $50\, m\,\times \,50\, m$ ચોરસમાં રેતી પથરાયેલ છે. આ રેતીવાળા ચોરસની બહાર તે $1\,ms^{-1}$ ની ઝડપથી ચાલી શકે છે જ્યારે રેતીવાળા ચોરસમાં $vms^{-1}$ ની ઝડપથી ચાલી શકે છે જ્યાં $(v < 1)$ તો રેતીમાંથી ચાલીને કે રેતીની બહારથી ચાલીને $C$ બિંદુ પર ઝડપથી પહોંચવા નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોવું જોઈએ ?

કોઈ સાઇકલ-સવાર $1 \,km$ ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર $O$ થી ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારા $P$ સુધી પહોંચે છે. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાઈકલ ચલાવતા ચલાવતા $OQ$ માર્ગે (આકૃતિ માં દર્શાવ્યા મુજબ) કેન્દ્ર $O$ પર પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને $10$ મિનિટ જેટલો સમય લાગતો હોય, તો સાઇકલ-સવારનું
$(a)$ ચોખું સ્થાનાંતર
$(b)$ સરેરાશ વેગ તથા
$(c)$ સરેરાશ ઝડપ કેટલી હશે ?

એક પદાર્થ $12\,m$ પૂર્વ દિશામાં અને $5\,m$ ઉત્તર દિશામાં,અને $6\,m$ ઉપર તરફ ગતિ કરતો હોય,તો પરિણામી સ્થાનાંતર કેટલા.........$m$ થશે?

  • [AIIMS 1998]

$x-y$ સમતલમાં ગતિ કરતા કણ માટે ના યામો નીચે મુજબ આપી શકાય છે. $x=2+4 \mathrm{t}, y=3 \mathrm{t}+8 \mathrm{t}^2$.  કણની ગતિ. . . . . .થશે.

  • [JEE MAIN 2024]