એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વિદ્યુતભારિત કણની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં $4$ ઘણી વધે છે. તેના વિદ્યુતભારિત કણના વર્તુળાકાર પથની નવી ત્રિજયા અને મૂળ ત્રિજ્યાનો ગુણોત્તર ............ થશે.
$1: 1$
$1: 2$
$2: 1$
$1: 4$
સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક $\alpha-$ કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશે
$2.5 \times {10^7}\,m/s$ ના વેગથી ગતિ કરતો એક પ્રોટોન $2.5\,T$ ધરાવતા ચુંબકીયક્ષેત્રમાં ${30^o}$ ના ખૂણે દાખલ થાય છે. તો પ્રોટોન પર લાગતું બળ કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અતિ લાંબા સુરેખ વાહક તારમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈ એક ક્ષણે $P$ બિંદુ પાસે $+q$ વિદ્યુતભારનો વેગ $\vec v$ ધન $X$ દિશામાં છે, તો વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં હશે?
$100\,V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત થી પ્રવેગિત કરેલ $2\,\mu\,C$ નો વિદ્યુતભાર $4\,mT$ તીવ્રતાના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં દાખલ થાય છે. વિદ્યુતભારીત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર $3\,cm$ ત્રિજ્યાનું અર્ધવર્તુળ પૂર્ણ કરે છે. વિદ્યુતભારીત કણનું દળ $........\times 10^{-18}\,kg$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $x-$ અક્ષ પર $100\, eV$ ઉર્જાથી ગતિ કરતો ઈલેક્ટ્રોન $\vec B = (1.5\times10^{-3}T)\hat k$ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં $S$ આગળથી દાખલ થાય છે.ચુંબકીય ક્ષેત્ર $x = 0$ અને $x = 2\, cm$ વચ્ચે પ્રવર્તે છે.$S$ બિંદુથી $8\, cm$ દૂરના પડદા પર $Q$ બિંદુ આગળ ઇલેક્ટ્રોન નોંધાય છે તો $P$ અને $Q$ વચ્ચેનું અંતર $d$ .....$cm$ હશે?