ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા $20\,m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ $........\,m$ છે. $\left( g =10\,m / s ^2\right)$
$5$
$10$
$20$
$25$
સમાન પ્રારંભિક વેગ માટે કોઈ પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ $30^o$ થી વધારીને $60^o$ કરતાં તેમની મહત્તમ ઊંચાઈ વચ્ચેનો સંબંધ મેળવો.
નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :
$(a)$ પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્યન સમય, માત્ર પ્રારંભિક વેગના શિરોલંબ ઘટક પર આધાર રાખે છે.
$(b)$ પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈએ પ્રવેગ શૂન્ય હોય છે.
$(c)$ પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ પ્રક્ષિપ્ત કોણ પર આધાર રાખે છે.
જમીન થી $45^o$ ના ખૂણે એક દડાને ફેંકતા તે સામે રહેલી દીવાલ ને ટપી જાય છે. જો પ્રક્ષેપન સ્થાન દીવાલ ના નીચલા ભાગ થી $4\,m$ દૂર હોય અને દડો દીવાલ ની સામેની બાજુ એ $6\,m$ દૂર જમીન પર અથડાય તો દીવાલની ઊંચાઈ ........ $m$ હશે.
પદાર્થને સમક્ષીતિજ સાથે $30^o$ ના ખૂણે $30\, m/s$ ના વેગથી ફેકવામાં આવે તો $1\, sec$ પછી તેનો વેગ કેટલો થાય?
એક દડાને મકાનની ટોચ પરથી સમક્ષિતિજ સાથે $45^o$ ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. થોડા સમય બાદ તે જમીન સાથે અથડાય છે, તો ગતિપથના કયા બિંદુએ દડા માટે .........
$(a)$ મહત્તમ ઝડપ
$(b)$ ન્યૂનતમ ઝડપ
$(c)$ મહત્તમ પ્રવેગ - હશે તે જણાવો.