એક છોકરી બેઠા બેઠા હીંચકે છે, જો તે હીંચકા પર ઊભી થઈ જાય તો હીંચકાના દોલનના આવર્તકાળમાં શું ફેરફાર થશે ?
દોલક (અહીં છોકરી)ના દ્ર.કે થી આધાર વચ્ચેના અંતરને લોલકની લંબાઈ કહે છે. જ્યારે છોકરી ઊભી થાય ત્યારે તેનું દ્ર.કે સહેજ ઉપર ખસે તેથી લોલકની લંબાઈ ઘટે પરિણામે $T =2 \pi \sqrt{\frac{l}{g}}$ સૂત્ર આનુસાર આવર્તકાળ ધટે.
સાદા લોલકમાં અને પ્રકાશના પ્રસરણમાં સ્થાનાંતર ચલ જણાવો.
સાદા લોલકને પૃથ્વીની સપાટી પરથી ચંદ્રની સપાટી પર લઈ જવામાં આવે, તો તેના આવર્તકાળ પર શું અસર થશે ?
સ્થિર લિફ્ટમાં સાદા લોલકનો આવર્તકાળ $T$ છે,હવે લિફ્ટ $ g/3, $ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે,તો નવો આવર્તકાળ કેટલો થાય?
બે સમાન દોલકો વિચારો કે જે સમાન કંપવિસ્તારથી સ્વતંત્ર એવી રીતે દોલનો કરતાં હોય કે જ્યારે તેમાનું એક દોલક જમણી બાજુએ શિરોલંબ દિશામાં અંત્યસ્થાને $2^o$ નો કોણ બનાવે અને બીજું દોલક તેનાં અંત્યબિંદુ હોય ત્યારે ડાબી બાજુએ શિરોલંબ સાથે $1^o$ નો કોણ બનાવે, તો તે બંને દોલકો વચ્ચેનો કળાતફાવત કેટલો ?
$l$ લંબાઈનાં અને $M$ દ્રવ્યમાનનો બૉબ ધરાવતાં એક સાદા લોલકને કારમાં લટકાવવામાં આવે છે. આ કાર નિયમિત ગતિ સાથે $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહી છે. જો લોલક તેની સંતુલન સ્થાનને અનુલક્ષીને ત્રિજ્યાવર્તી દિશામાં નાનાં દોલનો કરે, તો તેનો આવર્તકાળ શું હશે ?