પોલા વાહક ગોળાની સપાટી પર $10\,\mu C$ વિધુતભાર આપવામાં આવે છે. જો ત્રિજ્યા $2\, m$ હોય, તો કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલા........$\mu \,C{m^{ - 2}}$ થાય?
$0$
$5$
$20$
$8$
નીચે આપેલા સમાન રીતે વિધુતભારિત ઉદ્ભવતાં વિધુતક્ષેત્રનું સૂત્ર મેળવો.
$(i)$ અનંત સમતલ વડે
$(ii)$ પાતળી ગોળાકાર કવચને લીધે તેની બહારના બિંદુએ
$(iii)$ પાતળી ગોળાકાર કવચના લીધે તેની અંદરના બિંદુએ
$+3\,Q$ વિદ્યુતભાર ધરાવતા ગોળાને $-Q$ વિદ્યુતભાર ધરાવતી ગાળીય કવચની અંદર સમકેન્દ્રિય મૂકેલ છે.ગોળાની ત્રિજયા $a$ એ ગોળીય કવચની ત્રિજયા $b(b>a)$ કરતાં નાની છે.હવે,કેન્દ્રથી $R>a$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
ગોસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિધુતભારની સમાન રેખીય ઘનતા $\lambda$ ધરાવતા લાંબા પાતળા તારને લીધે ઉદભવતા વિધુતક્ષેત્રનું સૂત્ર મેળવો. (સૂચન : કુલંબના નિયમનો સીધો ઉપયોગ કરો અને જરૂરી સંકલનની ગણતરી કરો.)
$10\; cm$ ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી $20\; cm$ દૂરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર $-1.5 \times 10^{3} \;N / C$ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે?
$ + \lambda \,C/m$ અને $ - \lambda \,C/m$ના બે સમાંતર અનંત રેખીય વિધુતભારો કે જે રેખીય વિજભાર ઘનતા ધરાવે છે તેઓને મુક્ત અવકાશમાં એક બીજાથી $2R$ અંતરે મુકેલ છે. આ બે રેખીય વિજભારની મધ્યમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે ?