$10\ kg$ ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું $45^o$ વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... $N$ થશે.
$200$
$140$
$70$
$100$
એક કણ પર બે બળો લાગતાં હોય ત્યારે તેના સંતુલન માટેની શરત લખો.
નીચે આપેલી બળની જોડ સમતુલનમાં છે.
$0.05 \,kg$ દળની એક લખોટી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો.
$(a)$ તેની ઊર્ધ્વદિશામાંની ગતિ દરમિયાન
$(b)$ તેની અધોદિશામાંની ગતિ દરમિયાન
$(c)$ તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ. જો લખોટીને સમક્ષિતિજ સાથે $45^o$ ના કોણે ફેંકવામાં આવી હોત તો શું તમારા જવાબો જુદા હોત ? હવાનો અવરોધ અવગણો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઘર્ષણરહિત સમતલો ઊર્ધ્વદિશા સાથે અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણા બનાવે છે. બે બ્લોક A અને B ને સમતલો ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. તો બ્લોક A નો બ્લોક $B$ ની સાપેક્ષે ઊર્ધ્વદિશામાંનો પ્રવેગ કેટલો થાય?
સંપર્કબળ અને ક્ષેત્રબળ વચ્ચેની સમાનતા અને ભિન્નતાઓ લખો.