એક ધાતુના ઘન માટે રેખીય પ્રસરણાંક નીચે મુજબ છે
$ {x}-$દિશામાં $5 \times 10^{-5} /^{\circ} \mathrm{C}$ અને $y$ અને $z$ દિશામાં $5 \times 10^{-6} /^{\circ} \mathrm{C}$
જો ધાતુ માટે કદ પસરણાંક $\mathrm{C} \times 10^{-6} /^{\circ} \mathrm{C}$ હોય તો $\mathrm{C}$ નું મૂલ્ય કેટલું હશે?
$55$
$63$
$67$
$60$
$88\; cm$ ના એક તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈઓમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે. આ એલ્યુમિનિયમના સળિયાની અજ્ઞાત લંબાઈ($cm$ માં) કેટલી હશે?
$({\alpha _{Cu}} = 1.7 \times {10^{ - 5}}\,{K^{ - 1}}$ અને ${\alpha _{Al}} = 2.2 \times {10^{ - 5}}\,{K^{ - 1}})$
$1\, m$ લાંબી સ્ટીલની પટ્ટીનું $27.0 \,^oC$ તાપમાને ચોકસાઈપૂર્વક અંકન કરેલ છે. ગરમ દિવસે જ્યારે તાપમાન $45 \,^oC$ હોય ત્યારે સ્ટીલનાં એક સળિયાની લંબાઈ આ પટ્ટી વડે માપતાં તે $63.0\, cm$ મળે છે. તો આ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ શું હશે ? આ જ સ્ટીલનાં સળિયાની લંબાઈ $27.0 \,^oC$ તાપમાનવાળા દિવસે કેટલી હશે ? સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક $= 1.20 \times 10^{-5}\, K^{-1}$.
જો લોલક ઘડિયાળમાં લોલકની લંબાઈમાં $0.1\, \%$ નો વધારો કરવામાં આવે તો એક દિવસમાં કેટલા સેકન્ડની ત્રુટિ આવે?
ગ્લિસરીનનો સાચો કદ પ્રસરણાંક $0.000597$ પ્રતિ $°C$ અને કાચનો રેખીય પ્રસરણાંક $0.000009$ પ્રતિ $°C$ છે.તો ગ્લિસરીનનો સ્પષ્ટ કદ પ્રસરણાંક કેટલો થશે?
$20°C$. તાપમાને $50\ cm$ ના લોખંડના સળિયાને $100\ cm$. લંબાઇના એલ્યિુમિનિયમના સળિયા સાથે જોડેલ છે. જો ${\alpha _{Fe}} = 12 \times {10^{ - 6}}°C^{-1}$ અને ${\alpha _{Al}} = 24 \times {10^{ - 6}}°C^{-1}$હોય તો તંત્રનો રેખીય ઉષ્મા પ્રસરણાંક કેટલો થાય?