એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરી $5 \,\mathrm{~m} / \mathrm{s}^{2}$ થી પ્રવેગિત થાય છે. કારમાં બેઠેલા એક વ્યક્તિ $t=4 \mathrm{~s}$ સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે છે, બોલનો $\mathrm{t}=6\, \mathrm{~s}$ સમયે વેગ અને પ્રવેગ કેટલો હશે ?$\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^{2}\right.$ લો$.)$
આંબાના ઝાડની નીચે $9 \,km/h$ ની નિયમીત ઝડપથી $NCC$ ની પરેડ થાય છે, જેમાં ઝાડ ઉપર $19.6 \,m$ ની ઊંચાઈએ એક વાંદરો બેઠેલો છે. કોઈ ચોકસ ક્ષણે, વાંદરો એક કેરી નીચે નાખે છે. એક $(NCC)$ કેડેટ આ કેરી પકડે છે તો કેરી ને છોડવાના સમયે તેનું ઝાડથી અંતર ....... હશે. ( $g =9.8 \,m / s ^{2}$ આપેલ છે.)
$t=0$ સમયે ઉગમબિંદુથી એક કણ $x-y$ સમતલમાં $5 \hat{ j }\, ms ^{-1}$ શરૂઆતના વેગથી $(10 \hat{ i }+4 \hat{ j })\, ms ^{-2}$ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. કોઈ $t$ સમયે કણના યામ $\left(20\, m , y _{0}\, m \right) $ હોય તો $t$ અને $y _{0}$ નું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?
$xy-$ સમતલમાં ગતિ કરતાં કણનું સ્થાન સમય $t$ ના પદમાં $x = (3{t^2} - 6t)$ મીટર , $y = ({t^2} - 2t)$ મીટર મુજબ આપવામાં આવે છે. તો ગતિ કરતાં કણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું હશે?
સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થની શરૂઆતની સ્થિતિ $3 \hat{i}-8 \hat{j}$ દ્વારા આપવામાં આવે છે. તો અચળ પ્રવેગથી ગતિ કરે છે અને $4 \,s$ બાદ $2 \hat{i}+4 \hat{j}$ સુધી પહોચે છે. તેનો પ્રવેગ શું હશે?