કણનો સ્થાન સદીશ $\overrightarrow{\mathrm{r}}(\mathrm{t})=\cos \omega \mathrm{t} \hat{\mathrm{i}}+\sin \omega \mathrm{t} \hat{\mathrm{j}}$ મુજબ આપવામાં આવે છે જ્યાં $\omega$ અચળાંક અને $t$ સમય છે.તો નીચેનામાથી કણના વેગ $\overrightarrow{\mathrm{v}}(\mathrm{t})$ અને પ્રવેગ $\overrightarrow{\mathrm{a}}(\mathrm{t})$ માટે શું સાચું પડે?
$\overrightarrow{\mathrm{v}}$ એ $\overrightarrow{\mathrm{r}}$ ને લંબ અને $\overrightarrow{\mathrm{a}}$ ઉગમબિંદુ તરફની દિશામાં
$\overrightarrow{\mathrm{v}}$ અને $\overrightarrow{\mathrm{a}}$ બંને $\overrightarrow{\mathrm{r}}$ ને સમાંતર
$\overrightarrow{\mathrm{v}}$ અને $\overrightarrow{\mathrm{a}}$ બંને $\overrightarrow{\mathrm{r}}$ ને લંબ
$\overrightarrow{\mathrm{v}}$ એ $\overrightarrow{\mathrm{r}}$ ને લંબ અને $\overrightarrow{\mathrm{a}}$ ઉગમબિંદુથી વિરુદ્ધની દિશામાં
કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. શું અવકાશમાં તેને કોઈ સ્થાન હોય છે? શું સમય સાથે તે બદલાઈ શકે ? શું અવકાશમાં જુદાંજુદાં સ્થાનો પાસે બે સમાન સદિશો $a$ તથા $b$ સમાન ભૌતિક અસર દર્શાવશે ? તમારા જવાબના સમર્થનમાં ઉદાહરણ આપો.
$x-y$ સમતલમાં ગતિ કરતાં કણને નીચેના સમીકરણો વડે રજૂ કરી શકાય છે. $x=4 \sin \left(\frac{\pi}{2}-\omega t ) m\right.$ અને $y=4 \sin (\omega t) m$ કણનો ગતિપથ ............. હશે.
કોઇ એક ઊંચાઇએથી કણ $A$ ને છોડવામાં આવે અને બીજા કણ $B$ ને સમક્ષિતિજ દિશામાં $5\, m/s$ ની ઝડપથી સમાન ઊંચાઈએથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
એક કણનો સ્થાનસદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે :
$r =3.0 t \hat{ i }-2.0 t^{2} \hat{ j }+4.0 \hat{ k } \;m$
જ્યાં $t$ સેકન્ડમાં તથા દરેક સહગુણકનો એકમ એ રીતે છે કે જેથી $r$ મીટરમાં મળે.
$(a)$ કણનો $v$ તથા $a$ મેળવો. $(b)$ $t = 2.0$ સેકન્ડે કણના વેગનું માન તથા દિશા શોધો.