ભૌતિક રાશિ $ X = {M^a}{L^b}{T^c} $ માં $M,L$ અને $T$ માં પ્રતિશત ત્રુટિ $ \alpha ,\beta $ અને $ \gamma $ હોય, તો ભૌતિક રાશિ $X$ માં પ્રતિશત ત્રુટિ કેટલી થાય?

  • A

    $ a\alpha + b\beta + c\gamma $

  • B

    $ a\alpha + b\beta - c\gamma $

  • C

    $ \frac{a}{\alpha } + \frac{b}{\beta } + \frac{c}{\gamma } $

  • D

    એકપણ નહિ

Similar Questions

એક સાર્વજનિક ચોરસ બાગ, $(100 \pm 0.2)\; m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુની લંબાઈ કેટલી હશે?

કોઈ એક પ્રયોગમાં $A, B, C$ અને $D$ ભૌતિક રાશિઓના માપનમાં ઉદભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1 \%, 2 \%, 3 \%$ અને $4\%$ છે. તો $X$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... હશે.

જ્યાં $X = \frac{{{A^2}{B^{\frac{1}{2}}}}}{{{C^{\frac{1}{3}}}{D^3}}}$

  • [NEET 2019]

લઘુતમ માપ કોને કહે છે ? લઘુતમ માપ ત્રુટિ એટલે શું ?

કોઈ એક પદાર્થનુ દળ $22.42\;g$ અને કદ $4.7 \;cc$ છે. દળ અને કદના માપનમાં અનુક્રમે $0.01\; gm$ અને $0.1 \;cc$ જેટલી ત્રુટિ છે. તો ઘનતાના માપનમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?

  • [AIPMT 1991]

સાદા લોલકથી ગુરુત્વાકર્ષી  પ્રવેગ $(g)$ માપવાના એક પ્રયોગમાં $1$ સેકન્ડ વિભેદન (રીઝોલ્યુશન) ધરાવતી ધડીયાળ વડે $100$ દોલનોનાં મપાયેલા સમયથી મળતો આવર્તકાળ $0.5$ સેકન્ડ છે. જો $1\,mm$ ચોક્કસાઈથી મપાયેલ લંબાઈ $10\,cm$ છે. $g$ ના માપનમાં મળતી ચોકકસાઈ $x \%$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2022]