પદાર્થની સાપેક્ષ ઘનતા શોધવા માટે તેનું વજન પહેલા હવામાં ને પછી પાણીમાં કરવાં આવે છે. જો હવામાં તેનું વજન ($5.00 \pm 0.05$) ન્યુટન અને પાણીમાં તેનું વજન ($4.00 \pm 0.05$) ન્યુટન મળતું હોય તો તેની સાપેક્ષ ઘનતા મહત્તમ પ્રતિશત ત્રુટિ સાથે શોધો.
એક બળ $F$ એ $L$ સમતલના ચોરસ વિસ્તાર પર લાગુ થાય છે. જો $L$ ના માપનમાં પ્રતિશત ત્રુટી $2 \%$ છે અને તે $F$ માં $4 \%$ છે, તો દબાણમાં મહત્તમ પ્રતિશત ત્રુટી ........... $\%$ હશે.
ત્રુટિઓના સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય છે તે સમજાવો.
કોઈ એક પદાર્થનુ દળ $22.42\;g$ અને કદ $4.7 \;cc$ છે. દળ અને કદના માપનમાં અનુક્રમે $0.01\; gm$ અને $0.1 \;cc$ જેટલી ત્રુટિ છે. તો ઘનતાના માપનમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?
એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે
$1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s$ અને $1.28\; s$
તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?