એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી $5\;ms^{-1} $ ના વેગથી અને સમક્ષિતિજ સાથે $\theta $ કોણે ફેંકવામાં આવે છે. બીજા ગ્રહ પરથી બીજા પદાર્થને તેટલા જ કોણે અને $3\;ms^{-1}$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો ગ્રહ પરથી ફેંકેલા પદાર્થનો ગતિપથ, પૃથ્વી પરથી ફેંકેલા પદાર્થના ગતિપથને બઘી જ રીતે સમાન છે. આપેલ ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ($m/s^2$ માં) કેટલું હશે? (આપેલ $g = 9.8 \,m s^{-2}$)
$3.5 $
$5.9 $
$16.3 $
$110.8$
જમીન પરથી પ્રક્ષિપ્ત થયેલો કણ પ્રક્ષેપણની એક સેકંડ પછી સમક્ષિતિજથી $45^{\circ}$ ખૂણે ગતિથી કરે છે અને બે સેકંડ પછીથી લધુત્તમ ગતિ મેળવે છે. આ માટે પ્રક્ષેપણનો ખૂણો શોધો [હવાના અવરોધને અવગણો]
પ્રક્ષિપ્ત પદાર્થો પ્રાપ્ત કરેલ અવધિ માટેનું સૂત્ર મેળવો અને મહત્તમ અવધિનું સૂત્ર મેળવો.
બે પદાર્થને સમાન વેગ '$u$' પરંતુ સમક્ષિતિજને અનુલક્ષીને ભિન્ન કોણ $\alpha$ અને $\beta$ એ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો $\alpha+\beta=90^{\circ}$ હોય તો પદાર્થ $1$ અને પદાર્થ $2$ ની અવધિનો ગુણોત્તર= $..........$
એક પ્રક્ષેપિત પદાર્થ બે પ્રક્ષેપનકોણ માટે સમાન વિસ્તાર $R$ ધરાવે. જો $t_1$ અને $t_2$ એ બંને કિસ્સા માં ઉડ્ડયન માટે ના સમય હોય, તો બંને ઉડ્ડયન સમય નો ગુણાકાર ..... ના સમપ્રમાણમાં હોય.
બે ગોળાઓ $A$ અને $B$ ને $40\,m / s$ અને $60\,m / s$ ના શરૂઆતી વેગો સાથે સમક્ષિતિજની સાપેક્ષે $30^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની સીમાઆનો ગુણોત્તર છે. $\left(g=10\,m / s ^2\right)$