સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક $\alpha-$ કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશે
$1: \sqrt{2}: \sqrt{2}$
$1: 1: \sqrt{2}$
$\sqrt{2}: 1: 1$
$1: \sqrt{2}: 1$
એકબીજાને સમાંતર રહેલા વિદ્યુતતંત્ર અને ચુંબકીયક્ષેત્રમાં સ્થિર વિદ્યુતભારિત કણ મુક્તા તેનો ગતિપથ ....
એક પ્રોટોન અને એક $\alpha-$કણ (તેમનાં દ્રવ્યમાનનો ગુણોત્તર $1:4$ અને વિધુતભારનો ગુણોત્તર$1: 2$) સ્થિર સ્થિતિમાંથી $V$ વિજસ્થિતિમાનના તફાવતથી પ્રવેગીત કરવામાં આવે છે. જો તેમની ગતિઓને લંબ એકસમાન ચુંબકીય ક્ષેત્ર $(B) $ પ્રસ્થાપિત કરવામાં આવે, તો તેઓ વડે કપાતા વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર $r_p : r_{\alpha }$ કેટલો થશે?
$ 2 \times {10^5} $ $m/s$ ના વેગથી ઇલેકટ્રોન ઘન $X$ - દિશામાં ગતિ કરે છે.જો ચુંબકીયક્ષેત્ર $ B = \hat i + 4\hat j - 3\hat k $ હોય,તો તેના પર કેટલું બળ લાગશે?
વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્ર $(2 \hat{i}+3 \hat{j})\,T$ માં ગતિ કરે છે ને તેને $(\alpha \hat{i}-4 \hat{j})\; ms ^{-2}$ જેટલો પ્રવેગ હોય તો $\alpha$ નું મૂલ્ય $......$ હશે.
સમાન દળ ધરાવતા બે આયનોના વિદ્યુતભારનો ગુણોત્તર $1: 2$ છે. તેમને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે $2: 3$ ઝડપના ગુણોત્તરે દાખલ કરવામાં આવે છે. તેમની વર્તુળાકાર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?