કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=(\hat{i}+3 \hat{j}+4 \hat{k}) \;\mu T$ અને વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }=10 \hat{ i } \;\mu V / m$ છે.તેમાં પ્રોટોન $\overrightarrow{ V }=2 \hat{ i }$ થી દાખલ થાય તો તેનો પરિણમી કુલ પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો થશે?
$1400$
$700$
$1000$
$800$
ઇલેક્ટ્રોન બીમ પરસ્પર લંબ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માંથી વિચલન વગર ગતિ કરે છે. જો વિદ્યુત ક્ષેત્ર બંધ કરી દેવામાં આવે અને ચુંબકીય ક્ષેત્ર યથાવત રાખવામાં આવે, તો ઈલેક્ટ્રોન કેવી ગતિ કરે?
$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો કણ $x-$ અક્ષની દિશામાં $v$ વેગથી ગતિ કરે છે.તો કઇ આકૃતિમાં કણ પર લાગતું બળ શૂન્ય થાય?
નીચે બે વિધાનો આપેલા છે : એકને ક્થન $(A)$ અને બીજાને કારણ $(R)$ થી દર્શાવેલ છે.
કથન $(A)$ : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે.
કારણ $(R)$ : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે.
ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઈલેક્ટ્રૉન, $ 2.0 \;kV$ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને, $0.15\; T$ જેટલા નિયમિત ચુંબકીયક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર,
$(a)$ પ્રારંભિક વેગને લંબ રૂપે હોય,
$(b)$ પ્રારંભિક વેગ સાથે $30^o$ કોણ બનાવતું હોય, તો ઈલેક્ટ્રૉનના ગતિ પથની ગણતરી કરો.
એક રેડિયોએક્ટિવ પદાર્થ દ્વારા ઉત્સર્જતો કણ ચુંબકીયક્ષેત્રમાં વિચલન અનુભવે છે તો કણ કયો હશે?
$(i)$ ઇલેક્ટ્રોન $(ii)$ પ્રોટોન $(iii)$ $H{e^{2 + }}$ $(iv)$ ન્યૂટ્રોન