- Home
- Standard 9
- Science
8. FORCE AND LAWS OF MOTION
medium
$1\, kg$ દ્રવ્યમાન ધરાવતા એક પથ્થરને $20 \,m\, s^{-1}$ ના વેગથી તળાવની થીજી ગયેલ પાણીની સપાટી પર સપાટીને સમાંતર ફેંકવામાં આવે છે. પથ્થર $50\, m$ અંતર કાપ્યા બાદ અટકી જાય છે. પથ્થર અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણબળ($N$ માં) કેટલું હશે ?
A
$-6$
B
$-4$
C
$-3$
D
$-2$
Solution
અહીં પથ્થરનું દળ $m = 1\, kg$
પથ્થરનો પ્રારંભિક વેગ $u = 20\, ms^{-1}$
પથ્થરનો અંતિમ વેગ $v = 0\, ms^{-1}$
પથ્થરે કાપેલું અંતર $s= 50\, m$
ગતિના ત્રીજા સમીકરણ પરથી,
$v^{2}-u^{2}=2 a s$
$(0)^{2}-(20)^{2}=2(a) \times 50$
$\therefore-400=100 a$
$\therefore a=\frac{-400}{100}$
$\therefore a=-4 \,ms ^{-2}$
ઘર્ષણ બળ $F = ma$
$= 1 \times (- 4)$
$F = -4\,N $
આમ, પથ્થર અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણબળ $F =-4\, N$ થાય.
Standard 9
Science
Similar Questions
medium