એક વિધાર્થી એક સળિયાની પ્રારંભિક લંબાઈ $l$, તાપમાનનો ફેરફાર $\Delta T$ અને લંબાઈમાં ફેરફાર $\Delta l$ નીચે મુજબ નોંધે છે.
અ.નં. | $l(m)$ | $\Delta T{(^o}C)$ | $\Delta l(m)$ |
$(1)$ | $2$ | $10$ | $4\times 10^{-4}$ |
$(2)$ | $1$ | $10$ | $4\times 10^{-4}$ |
$(3)$ | $2$ | $20$ | $2\times 10^{-4}$ |
$(4)$ | $3$ | $10$ | $6\times 10^{-4}$ |
જો પ્રથમ અવલોકન સાચું હોય, તો $2,\,3$ અને $4$ અવલોકનો માટે તમે શું કહી શકો ?
મરક્યુરીનો કાચના પાત્રમાં પરિણામી કદ પ્રસરણાંક $153 \times 10^{-6} /{ }^{\circ} C$ અને મરકયુરીનો સ્ટીલના પાત્રમાં પરિણામી કદ પ્રસરણાંક $144 \times 10^{-6} /{ }^{\circ} C$ છે,જો સ્ટીલનો રેખીય પ્રસરણાંક $12 \times 10^{-6} /{ }^{\circ} C ,$ હોય તો કાચનો રેખીય પ્રસરણાંક કેટલો થશે?
જ્યારે ધાતુના તરણું તાપમાન $0^{\circ} \,C$ થી વધારીને $10^{\circ}\, C$ કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $0.02 \% $ નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
આદર્શ વાયુ ${PT}^{3}=$ અચળ મુજબ વિસ્તરે છે. વાયુનો કદ પ્રસરણાંક કેટલો થશે?
ગ્લાસના પાત્ર અને પાત્રમાં ભરેલા પ્રવાહી ના કદ પ્રસરણાંકનો ગુણોત્તર $1 : 4$ છે.પાત્રમાં કદના કેટલા ભાગમાં પ્રવાહી ભરવું જોઈએ કે જેથી પાત્રમાં ખાલી રહેલા ભાગનું કદ બધા તાપમાને સમાન રહે?
પિત્તળ અને સ્ટીલના સળિયાના રેખીય પ્રસરણાંક અનુક્રમે ${ \alpha _1}$ અને$\;{\alpha _2}$ છે.પિત્તળ અને સ્ટીલના સળિયાઓની લંબાઇ અનુક્રમે ${l_1}$ અને${l_2}$ છે.જો $ (l_2 - l_1)$ ને બઘાં તાપમાનો માટે સમાન બનાવેલ હોય,તો નીચે આપેલા સંબંઘોમાંથી કયો સંબંધ સાચો છે?