- Home
- Standard 11
- Physics
રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના $12:00$ નો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે :
ઘડિયાળ $1$ | ઘડિયાળ $2$ | |
સોમવાર | $12:00:05$ | $10:15:06$ |
મંગળવાર | $12:01:15$ | $10:14:59$ |
બુધવાર | $11:59:08$ | $10:15:18$ |
ગુરુવાર | $12:01:50$ | $10:15:07$ |
શુક્રવાર | $11:59:15$ | $10:14:53$ |
શનિવાર | $12:01:30$ | $10:15:24$ |
રવિવાર | $12:01:19$ | $10:15:11$ |
જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યાં હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો ? શા માટે ?
Solution
સાત દિવસની ઘડિયાળ- $1$ નાં અવલોકનના ફેરફારનો વિસ્તાર $162 \,s$ છે અને ઘડિયાળ- $2$ માં આ વિસ્તાર $31 \,s$ નો છે. ઘડિયાળ- $1$ દ્વારા લીધેલો સરેરાશ સમય, ઘડિયાળ- $2$ દ્વારા લીધેલા સરેરાશ સમયની સાપેક્ષમાં પ્રમાણભૂત સમયની વધુ નજીક છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ઘડિયાળની શૂન્ય ત્રુટિ ચોકસાઈપૂર્ણ કાર્ય માટે એટલી મહત્ત્વપૂર્ણ નથી જેટલું મહત્ત્વ તેના સમયમાં થતા ફેરફારનું છે. કારણ કે શૂન્ય ત્રુટિને સરળતાથી દૂર કરી શકાય છે. અહીં ઘડિયાળ- $1$ ની તુલનામાં ઘડિયાળ- $2$ ને પસંદ કરી શકાય.