- Home
- Standard 11
- Biology
6.Anatomy of Flowering Plants
easy
વૃક્ષના થડના આડા છેદમાં સમકેન્દ્રીત વલયો જોવા મળે છે. તેમને વૃદ્ધિ વલયો કહે છે. આ વલયો કઈ રીતે બને છે ? આ વલયોનું મહત્ત્વ શું છે ? તે જાણવો ?
Option A
Option B
Option C
Option D
Solution

સમકેન્દ્રીત વલયો : સમકેન્દ્રીત વૃદ્ધિ વલયોને વાર્ષિક વલયો કહે છે. આ વલયો દ્વિતીય વૃદ્ધિને કારણે ઉત્પન્ન થાય છે. દ્વિતીય વૃદ્ધિ દ્વિદળી વૃક્ષોમાં વધુનશીલ પેશી એધાની પ્રક્રિયા દ્વારા થાય છે.
વસંતઋતુમાં એધા (cambium) વધુ સક્રિય હોય છે. આથી ઉત્પન્ન થયેલ લાકડામાં જલવાહક કોષો મોટા કદના હોય છે, જ્યારે. શિયાળામાં ઉત્પન્ન થયેલ લાકડામાં નાના કદના અને સાંકડા જલવાહક ઘટકો હોય છે. પરિણામે બે વલયો ઉત્પન્ન થાય છે. જેને વૃદ્ધિ વલયો કહે છે.
આ વલયોની સંખ્યા ગણીને વૃક્ષની ઉંમર નક્કી થઈ શકે છે. વિજ્ઞાનની આ શાખાને ડેન્ડોક્રોનોલૉજી (dendro chronology) અથવા વૃદ્ધિ વલય પૃથક્કરણ કહે છે.
Standard 11
Biology