આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ખુલ્લા છેડાવાળી ટ્યૂબને પાણીથી ભરેલી છે તેની નજીક $512$ $\mathrm{Hz}$ થી દોલન પામતો સ્વરકાંટો લાવવામાં આવે છે. ટ્યૂબમાંના પાણીની સપાટી ધીમે ધીમે નીચે આવે છે. જ્યારે પાણીની સપાટી ખુલ્લા છેડાથી $17$ $\mathrm{cm}$ નીચે આવે છે ત્યારે સંભળાતા ધ્વનિની તીવ્રતા મહત્તમ બને છે. જો ઓરડાનું તાપમાન $20^{°}$ $\mathrm{C}$ હોય, તો નીચેની ગણતરી કરો.
$(a)$ ઓરડાના તાપમાને ધ્વનિની ઝડપ.
$(b)$ $0^{°}$ $\mathrm{C}$ તાપમાનવાળી હવામાં ધ્વનિની ઝડપ.
$(c)$ જો નળીમાં પાણીના બદલે પારો ભરવામાં આવે, તો તમારા અવલોકનોમાં ફેરફાર થશે ?
સ્વરકાંટાની આવૃત્તિ $v=512\;Hz$
ધ્વનિ તીવ્રતાની મહત્તમ તીવ્રતા માટે,
$(a)$ $L=\frac{\lambda}{4}$
$\therefore \lambda=4 L =4 \times 17 \times 10^{-2}=0.68\,m$
$\therefore v=v \lambda=512 \times 0.68$
$\therefore v=348.16\;m/s$
$(b)$ ધ્વનિનો હવામાં વેગ $v \propto \sqrt{ T }$
$\therefore \frac{v_{20}}{v_{0}}=\sqrt{\frac{ T _{20}}{ T _{0}}}=\sqrt{\frac{273+20}{273+0}}=\sqrt{\frac{293}{273}}$
$\therefore v_{0}=v_{20} \times \sqrt{\frac{273}{293}}$
$=348.16 \times \sqrt{0.932}$
$=348.16 \times 0.965$
$=335.97$
$\therefore v_0\approx 336\;ms ^{-1}$
$0^{\circ}\;C$ તાપમાને હવામાં ધ્વનિનો વેગ $336\,m / s$
$(c)$ પાણી કરતાં પારાની ધનતા વધારે હોવાથી નળીમાં પાણીના બદલે પારો ભરવામાં આવે, તો વધારે પ્રબળતાવાળો ધ્વનિ સાંભળી શકીએ કારણ કે, પારા કરતાં પાણીની ઘનતા ઓછી હોવાથી ધ્વનિ તરંગોનું સંપૂર્ણ પરાવર્તન થાય.
એક વાયોલીનની દોરીની આવૃતિ $440 \,cps$ છે. જો દોરીને પાંચમા ભાગની કરવામાં આવે, તો તેની આવૃતિ ........... $cps$ થશે.
સમાન દ્રવ્ય ધરાવતા બે તારની લંબાઇ $L$ એ $2L $ છે,તેમની ત્રિજયા $ 2r$ અને $r$ છે,બંનેમાં સમાન તણાવ હોય,તો મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
કોઇ દોરીના ત્રણ ટુકડાઓ કરવાથી તેના ટુકડાઓની મૂળભૂત આવૃત્તિઓ અનુક્રમે $ n_1,n_2 $ અને $n_3 $ હોય, તો આ દોરીની મૂળભૂત આવૃતિ $n$ શેના દ્વારા આપવામાં આવે?
દોરીની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિથી બમણી કરવા માટે લંબાઇ $ \frac{3}{4} ^{th}$ ગણી કરવી પડે છે. તો તણાવ કેટલા ગણો કરવો પડે?
$32 \,N$ ના મહત્તમ તણાવ સાથે એક એકરૂપ દોરો સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. હવે તેના એક છેડેથી ચોથા ભાગની લંબાઈ સુધીના બિંદુએે એક ફાચર મુકી તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. તો સમાન આવૃતિએે અનુનાદ કરવા માટે દોરી માટે તણાવનું મહત્તમ મુલ્ય ......... $N$ હોવું જોઈએ.