લાક્ષણિક આવૃત બીજધારી પુષ્પ ચાર ચકો ધરાવે છે. આ પુષ્પીય ભાગોનાં નામ આપો અને ક્રમાનુસાર તેમની ગોઠવણી દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આવૃત બીજધારી લાક્ષણિક પુખનાં ચાર ચક્રો નીચે પ્રમાણે છે :

$(a)$ વજચક્ર (Calyx) : તે પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે. તેના એકમોને વજપત્રો (sepals અથવા Calyx) કહે છે. તે સામાન્ય રીતે લીલા રંગના અને કલિકા અવસ્થામાં રક્ષણ કરવાનું કાર્ય કરે છે,

$(b)$ દલચક્ર (Corolla) : તે દલપત્રો (Petals)નું બનેલું છે. સામાન્ય રીતે ચળકતા રંગના હોય છે જે પરાગનયને માટે કીટકોને આકર્ષે છે.

$(c)$ પુંકેસરચક્ર (Androecium) : તે પુંકેસરો (Stamens)નું બનેલું છે. તે નર પ્રજનન અંગ છે. પ્રત્યેક પુંકેસરમાં તંતુ (Stalk or Filament) અને પરાગાશય (Anther) હોય છે. તે પરાગકોટર અને પરાગરજ ધરાવે છે.

$(d)$ સ્ત્રીકેસરચક્ર (ynoecium) : એ માદા પ્રજનન અંગ છે. તેમાં એક કે વધારે સ્ત્રીકેસરો હોય છે. પ્રત્યેક સ્ત્રીકેસરમાં પરાગાસન, પરાગવાહિની અને બીજાશય હોય છે.

945-s97g

Similar Questions

નૌતલ $(keel)$ ..... પુષ્પોની લાક્ષણિકતા છે.

  • [AIPMT 2010]

નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણા $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A$: પુષ્પની પરિભાષા છે - રૂપાંતરિત પ્રકાંડ જેમાં પ્રરોહ-અગ્રીય વર્ધનશીલ પ્રદેશ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરણ પામે છે.

કારણ $R$ : પ્રકાંડની આંતરગાંઠ સંકુચિત બને છે અને ક્રમિક ગાંઠ પરથી પર્ણોન્ન બદલે પાર્ર્વીય રીતે પુષ્યીય બહિરુદભેદોના વિવિધ પ્રકારો ઉદભવે છે.

ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]

જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......

  • [NEET 2014]

પુષ્પ નિર્માણ માટેની અસંગત ઘટના છે.

........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.