$r$ ત્રિજ્યા અને $L$ લંબાઈ ધરાવતા નળાકારનો યંગ મોડ્યુલસ $Y$ છે.જ્યારે આ નળાકારને $T$ તાપમાન સુધી $F$ દબનીય બળ લગાવતા ગરમ કરવામાં આવે છે.તેની લંબાઈ બદલાતી ન હોય તો તે નળાકારનો કદ પ્રસરણાંક કેટલો હશે?
$9F/\left( {\pi {r^2}YT} \right)$
$F/\left( {3\pi {r^2}YT} \right)$
$3F/\left( {\pi {r^2}YT} \right)$
$6F/\left( {\pi {r^2}YT} \right)$
એક સળિયાના બંને છેડાઓ જુદા જુદા દ્રઢ આધાર સાથે સજ્જડ જડિત કરી તેનું તાપમાન વધારવામાં આવે તો શું થાય ?
એક લુહાર બળદગાડાનાં લાકડાનાં પૈડાની ધાર પર લોખંડની રિંગ જડે છે. $27\,^oC$ તાપમાને પૈડાની ધાર અને રિંગનાં વ્યાસ અનુક્રમે $5.243\, m$ અને $5.231\, m$ છે, તો રિંગને પૈડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન ($^oC$) સુધી ગરમ કરવી જોઈએ ? જયાં, $({\alpha _1} = 1.20 \times {10^{ - 5}}\,{K^{ - 1}})$
ઉષ્મીય પ્રસરણ એટલે શું ? તેના માત્ર પ્રકારો લખો.
પૃષ્ઠ-પ્રસરણ એટલે શું ? પૃષ્ઠ-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.
$30^{\circ} C$ તાપમાને રહેલ બેકેલાઇટના બીકરની ક્ષમતા $500\, cc$ છે. જ્યારે તેને ($30^{\circ}$ તાપમાને) $V _{ m }$ જેટલા કદના પારા વડે આંશિક ભરેલ છે. એવું જોવા મળે છે કે તાપમાન બદલાતા બીકરના ખાલી રાખેલ ભાગનું કદ અચળ રહે છે. જો $\gamma_{\text {(beaker) }}=6 \times 10^{-6}{ }^{\circ} C ^{-1}$ અને $\gamma_{(\text {mercury })}=1.5 \times 10^{-4}{ }^{\circ} C ^{-1},$ જ્યાં $\gamma$ કદ પ્રસરણાંક હોય તો કદ $V _{ m }($ $cc$ માં) લગભગ કેટલું હશે?