જમીન પર રહેલો એક ફુઆરો તેની આસપાસ ચારે બાજુ પાણી છાંટે છે. ફુઆરામાંથી બહાર આવતાં પાણીની ઝડપ $V$ હોય, તો ફુઆરાની આજુબાજુનાં પાણીથી ભીના થતા ભાગનું કુલ ક્ષેત્રફળ કેટલું હશે?
$\frac{{\pi {v^2}}}{g}\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;$
$\;\frac{{\pi {v^2}}}{{{g^2}}}$
$\;\frac{{{\pi ^2}{v^2}}}{{{g^2}}}$
$\;\frac{{\pi {v^4}}}{{{g^2}}}$
એક પદાર્થને મહત્તમ $h$ ઊંચાઇ સુધી ફેંકી શકાય છે,તો મહત્તમ કેટલા અંતર સુધી સમક્ષિતિજ ફેંકી શકાય?
એક ફાઈટર જેટ પ્લેન $1.5\; km$ ની ઊંચાઈ પર $720\; km / h$ ની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઊડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય, તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી $600\; m \,s ^{-1}$ ની ઝડપથી છોડેલ ગોળો ફાઈટર પ્લેનને અથડાય ? ફાઇટર પ્લેનના પાઇલોટે લઘુતમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે ? ( $g=10 \;m s ^{-2}$ )
પ્રક્ષિપ્ત પદાર્થના શરૂઆતના વેગના સમક્ષિતિજ $9.8 \,m/s$ અને $19.6 \,m/s$ શિરોલંબ ધટક મળે તો અવધિ ........ $m$ થાય.
એક કણને જમીન પરથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણા $80\,m / s$ ની ઝડપે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો સમયના અંતરાલ $t=2\; s$ થી $t=6\; s$ દરમિયાન કણના સરેરાશ વેગનું મુલ્ય ............ $m / s$ થાય. [$g =10 \,m/s{ }^2$ ]
એક માણસ મહત્તમ $100\,m$ ની રેન્જ સુધી બોલ ફેંકી શકે છે. તે જમીનથી ઉપર કેટલે ઊંચે સુધી બોલને ફેંકી શકે ?