$L$ લંબાઈના અને $r$ ત્રિજ્યાના તારને એક છેડા આગળથી દઢ રીતે જડવામાં આવેલ છે. તારનો બીજો છેડો જ્યારે $F$ બળ દ્વારા ખેંચવામાં આવે છે ત્યારે તેની લંબાઈ $5\,cm$ જેટલી વધે છે. $4L$ લંબાઈ અને $4 r$ ત્રિજ્યા ધરાવતો અને સમાન દ્રવ્યનો બનેલો બીજો તાર $4 F$ બળ દ્વારા ખેંચવામાં આવે છે. તો તારની લંબાઈમાં થતો વધારો $................$ થશે.
$2$
$3$
$4$
$5$
એક તારની લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે તેની બંને બાજુના છેડા પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $l$ નો વધારો થાય તો નીચેના માથી શું સાચું છે ?
નરમ સ્ટીલમાંથી બનાવેલા ચાર પોલા અને સમાન નળાકાર વડે $50,000\, kg$ દળવાળા મોટા સ્ટ્રક્ટરને આધાર આપવામાં આવ્યો છે. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે $30\, cm$ અને $60\, cm$ છે. ભાર વહેંચણી સમાન રીતે થાય છે. તેમ ધારીને દરેક નળાકારમાં દાબીય વિકૃતિની ગણતરી કરો.
$3\, m$ લંબાઈ અને $0.4\, mm$ વ્યાસ ધરાવતા કોપરના તાર પર $10\, kg$ બળ લગાવતા તેની લંબાઈમાં $2.4 \,cm$ નો વધારો થાય છે. જો તેનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો ....... $cm$ થાય .
$l$ લંબાઈ અને $A$ આડછેદ ધરાવતા સળિયાને $0°C$ થી $100°C$ સુધી ગરમ કરવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકેલો છે કે જેથી તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી તો તેના પર ઊદભવતું બળ કોના સમપ્રમાણમાં હોય ?
એલ્યુમિનિયમ (યંગ મોડ્યુલસ $ = 7 \times {10^9}\,N/{m^2})$ ના સળિયા ની બ્રેકિંગ વિકૃતિ $0.2\%$ છે. ${10^4}$Newton બળને ખમવા માટે જરૂરી ન્યૂનતમ આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ ?