$\nu = 3.0\,MHz$ જેટલી આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી $\varepsilon = 4.0$ પરમિટિવિટી ધરાવતા ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં પ્રવેશે તો....
તરંગલંબાઈ બમણી થાય અને આવૃતિ બદલાય નહીં
તરંગલંબાઈ બમણી થાય અને આવૃતિ અડધી થાય
તરંગલંબાઈ અડધી થાય અને આવૃતિ બદલાય નહીં
તરંગલંબાઈ અને આવૃતિ બંને બદલાય નહીં
એક લાલ $LED$ $0.1$ $W$ ના દરે તેને ફરતે સમાન રીતે પ્રકાશ ઉત્સર્જે છે.ડાયોડથી $1$ $m$ અંતરે પ્રકાશના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ________$ Vm^{-1}$ થશે.
મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $2.0 \times 10^{10} Hz$ આવૃતિના અને $48\,Vm ^{-1}$ કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર $......$ હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ $=3 \times 10^8\,m s ^{-1}$ )
જો વિકિરણનું સંપૂર્ણ શોષણ થતું હોય તો અને $t$ સમયમાં સપાટી પર આપાત થતી ઊર્જા $U$ હોય તો સપાટી પર આપાત થતાં કુલ વેગમાનનું સૂત્ર લખો.
$z-$ દિશામાં ગતિ કરતું સમતલીય વિધુતચુંબકીય તરંગ $\vec E = {E_0}\,\sin \,(kz - \omega t)\hat i$ અને $\vec B = {B_0}\,\sin \,(kz - \omega t)\hat j$ વર્ણવેલું છે. બતાવો કે,
$(i)$ તરંગની સરેરાશ ઊર્જા ઘનતા $U$ સરેરાશ $ = \frac{1}{4}{ \in _0}E_0^2 + \frac{1}{4}.\frac{{B_0^2}}{{{\mu _0}}}$ વડે આપવામાં આવે છે.
$(ii)$ સમય આધારિત તરંગની તીવ્રતા $I$ સરેરાશ $ = \frac{1}{2}c{ \in _0}E_0^2$ વડે આપવામાં આવે છે.