$5 \times 10^4\, ms^{-1}$ ના વેગથી ગતિમાન ઇલેક્ટ્રૉન, કોઈ સમાન વિધુતક્ષેત્રમાં પ્રવેશી, ગતિની દિશામાં $10^4\, ms^{-2}$ નો નિયમિત પ્રવેગ પ્રાપ્ત કરે છે, તો
$(i)$ પદાર્થ તેના પ્રારંભિક વેગથી બમણો વેગ મેળવે તે માટેના સમયગાળાની ગણતરી કરો.
$(ii) $ આ સમય દરમિયાન ઇલેક્ટ્રૉન કેટલું અંતર કાપશે ?
$20 \,s$ અને $7.5 \times 10^{4}\, m$
$5 \,s$ અને $37.5 \times 10^{4}\, m$
$0.5 \,s$ અને $75.3 \times 10^{4}\, m$
$15 \,s$ અને $35.7 \times 10^{4}\, m$
કોઈ પણ ગતિમાન પદાર્થ માટે તેના સ્થાનાંતર અને કાપેલા અંતરના ગુણોત્તરનું સંખ્યાત્મક મૂલ્ય ...... થાય.
એક છોકરી સુરેખ પથ પર ગતિ કરીને એક પત્ર પૉસ્ટ બૉક્સમાં પૉસ્ટ કરીને, તે જ પથ પર પાછી પોતાના મૂળ સ્થાન પર આવે છે. તેનો સ્થાનાંતર $\to $ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આ જ ગતિ માટે વેગ $\to $ સમયનો આલેખ દોરો.
એક પથ્થર શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકતાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી ત્યાંથી પાછો નીચે આવે છે, તો તેની ગતિ માટે વેગ-સમયનો આલેખ દર્શાવો.
નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે ગતિમાન પદાર્થની નિયમિત ગતિ દર્શાવે છે :
એક પદાર્થ $150 \,m $ ઊંચાઈ પર સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. તે જ સમયે અન્ય એક પદાર્થને તે જ રીતે $100 \,m$ ની ઊંચાઈએથી છોડવામાં આવે છે. આ બંને કિસ્સામાં જો પ્રવેગ સમાન હોય, તો $2\, s$ બાદ તેમની ઊંચાઈઓમાં શું તફાવત હશે ?