આકૃતિમાં દર્શાવ્યા મુજબ $200 \, \frac{ N }{ C }$ સમાન સમક્ષિતીજ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ઢળતી સપાટી, સમક્ષિતીજ સાથે $30^{\circ}$ નો કોણ રચે છે. $1\, kg$ દળ અને $5\, mC$ વિજભાર ધરાવતા પદાર્થને આ ઢળતી સપાટી $1\, m$ ઊંચાઈ વિરામ સ્થાનેથી સરકવા દેવામાં આવે છે. જો ઘર્ષણાંક $0.2$ હોય તો તળીયે પહોંચવા માટે લીધેલો સમય શોધો.($s$ માં)
$\left[ g =9.8 \,m / s ^{2}, \sin 30^{\circ}=\frac{1}{2}\right.$; $\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right]$
$0.92$
$0.46$
$2.3$
$1.3$
$\frac{q}{m}=2 \times 10^{11} \frac{C}{ kg }$ અને વેગ $\vec{v}_0=3 \times 10^7 \hat{i}\,m / s$ ધરાવતા ધન વીજભારિત કણોની કિરણાવલી $1.8 \hat{j}\,kV / m$ નાળા વિદ્યુતક્ષેત્ર વડે સ્થાનાંતર પામે છે. $x$ - અક્ષની દિશામાં $10\,cm$ ના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. વિદ્યુત ક્ષેત્રને લીધે $y$-દિશામાં વીજભારિત કણોનું સ્થાનાંતર $............mm$ થાય.
એક સમાન અને ઉધર્વ દિશામાં ઉપરની તરફ દિશાનવિત વિદ્યુતક્ષેત્ર $E$ માં એક ઇલેકટ્રોન સ્થિર અવસ્થામાંથી શિરોલંબ $h$ અંતર નીચે પડે છે.હવે આ વિદ્યુતક્ષેત્રની દિશા તેનું માન સમાન રાખી ઉંધી કરવામાં આવે છે.આ શિરોલંબ અંતર $h$ પરની સ્થિર પ્રોટ્રોનને તેમાં પડવા દેવામાં આવે છે.પ્રોટ્રોનને પડતાં લાગતા સમયની સરખામણીમાં ઇલેકટ્રોનને પડતાં લાગતો સમય ......
ધારોકે સ્વાધ્યાયમાંનો કણ છે, $v_{x}=2.0 \times 10^{6} \;m \,s ^{-1}$ વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે. $0.5\, cm$ નું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું $E$, જો $9.1 \times 10^{2} \;N / C$ હોય તો ઇલેક્ટ્રૉન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? $\left(|e|=1.6 \times 10^{-19} \;C , m_{e}=9.1 \times 10^{-31}\; kg .\right)$
મિલકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં એક વિજભાર ટર્મિનલ વેગ $V$ થી ગતિ કરે છે. જો $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર શિરોલંબ દિશામાં ઉપર તરફ લગાવવામાં આવે તો તે ઉપર તરફ $2V$ જેટલા ટર્મિનલ વેગથી ગતિ કરે છે. જો વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ઘટાડીને $\frac{E}{2}$ કરવામાં આવે તો આ ટર્મિનલ વેગ કેટલો થાય?
$100 \,mg$ ના એક વિદ્યુતભારિત કણને $1 \times 10^{5} \,NC ^{-1}$ જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર $40 \,\mu C$ અને પ્રારંભિક વેગ $200 \,ms ^{-1}$ હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર ($m$ માં) કાપ્શે?