3-2.Motion in Plane
medium

એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા $12 \;cm$ છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એકધારી ગતિ કરે છે અને $100$ સેકન્ડમાં $7$ પરિભ્રમણ પૂરાં કરે છે. $(a)$ જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે ? $(b)$ શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે ? તેનું માન કેટલું હશે ? :

Option A
Option B
Option C
Option D

Solution

આ નિયમિત વર્તુળ ગતિનું ઉદાહરણ છે. અહીં $R = 12 cm$. કોણીય ઝડપ $\omega$ નું મૂલ્ય
$\omega=2 \pi / T=2 \pi \times 7 / 100=0.44 rad / s$
તથા રેખીય ઝડપ
$v=\omega R=0.44 s ^{-1} \times 12 cm =5.3 cm s ^{-1}$
વર્તુળના દરેક બિંદુ પાસે વેગ $v$ ની દિશા તે બિંદુ પાસે દોરેલ સ્પર્શકની દિશા હશે તથા પ્રવેગ વર્તુળના કેન્દ્ર તરફ હશે. તે સતત દિશા બદલતું હોવાથી પ્રવેગ અચળ સદિશ નથી. પરંતુ તેનું માન અચળ રહેશે.
$a=\omega^{2} R=\left(0.44 s ^{-1}\right)^{2}(12 cm )$
$=2.3 cm s ^{-2}$
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.