$6.230 \,cm$ વ્યાસ ધરાવતી એક સોનાની રીંગને કેટલા તાપમાને ($ ^{\circ} C$ માં) ગરમ કરવી જોઈએ કે જેથી તે $6.241 \,cm$ વ્યાસ ધરાવતી લાકડાની બંગડી ઉપર ચઢી (ફિટ) જાય. બંને વ્યાસો ઓરડાના $\left(27^{\circ} C \right)$ તાપમાને માપેલ છે. સોનાનો રેખીય પ્રસરણાંક $\alpha_{ L }=1.4 \times 10^{-5} \,K ^{-1}$ આપેલ છે.

  • [JEE MAIN 2022]
  • A

    $125.7$

  • B

    $91.7$

  • C

    $425.7$

  • D

    $152.7$

Similar Questions

ગ્લિસરીનના કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4}k^{-1} $ છે. ગ્લિસરીનનું તાપમાન $40^o C$ વધારવામાં આવે, તો તેની ઘનતામાં આંશિક ફેરફાર કેટલો થશે?

  • [AIPMT 2015]

જ્યારે પાણીને $0\,^oC$ થી $10\,^oC$ સુધી ગરમ કરવામાં આવે, તો તેનાં કદમાં કેવો ફેરફાર થશે ?

આપણે એવાં સ્કેલ બનાવવાનું પસંદ કરીએ કે જેની લંબાઈ તાપમાન સાથે ન બદલાય. આ માટે એકમ તાપમાનના તફાવતે લંબાઈમાં તફાવત $10\, cm$ રહે તેવી દરખાસ્ત છે. આ માટે આપણે બ્રાસ અને લોખંડની બનેલી પટ્ટી લઈએ કે જેમની લંબાઈઓ જુદી જુદી હોય પણ તેમની લંબાઈઓમાં એવી રીતે ફેરફાર થાય કે જેથી લંબાઈઓનો તફાવત અચળ જળવાઈ રહે. જો લોખંડ નો અચળાંક $= 1.2 \times 10^{-5}\,K^{-1}$ અને બ્રાસનો અચળાંક $= 1.8 \times 10^{-5}\,K^{-1}$ છે. તો આપણે દરેક પટ્ટીની લંબાઈ કેટલી લેવી જોઈએ ?

જ્યારે દ્વિધાતુની પટ્ટીને ગરમ કરવામાં આવે, ત્યારે....

  • [AIPMT 1990]

$1\,m$ લંબાઈ અને $3 \times 10^{-6}\,m ^2$ આડછેદ ક્ષેત્રફળ ધરાવતો એક પાતળો સળિયો એક છેડેથી શિરોલંબ દિશામાં લટકાવવામાં આવેલ છે. સળિયાને $210^{\circ}\,C$ થી $160^{\circ}\,C$ સુધી ઠંડો પાડવામાં આવે છે. ઠંડો પાડયા બાદ તેના નીચેના છે. $M$ દળને એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી સળિયાની લંબાઈ ફરીથી $1\,m$ થાય છે. સળિયાનો યંગ મોડ્યુલસ અને રેખીય પ્રસરણાંક અનુક્રમે $2 \times 10^{11}\,Nm ^{-2}$ અને $2 \times 10^{-5}\,K ^{-1}$ છે. $M$ નું મૂલ્ય $........kg$ છે.($\left.g=10\,m s ^{-2}\right.$ લો)

  • [JEE MAIN 2023]