પદાર્થ આંશિક સંતુલનમાં હોઈ શકે છે ? ઉદાહરણ આપી સમજાવો.
પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય?
ચાકમાત્રા ના સિદ્ધાંતો પર કામ કરતાં ભૌતિક ત્રાજવા માં, જ્યારે ડાબા પલ્લાંમાં $5\, mg$ વજન મૂકવામાં આવે છે ત્યારે ત્રાજવાની દાંડી સમક્ષિતિજ થાય છે. બંને ખાલી પલ્લાં સમાન દળ ના છે. તો નીચેનામાથી શું કહી શકાય ?
$'l'$ લંબાઈના સળિયાને શિરોલંબ અક્ષ સાથે એક છેડાને જોડેલો છે,અક્ષ એ $w$ કોણીય ઝડપથી કરવાનું શરૂ કરે ત્યારે સળિયા અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને સમક્ષિતિજ અને શિરોલંબ બળ $F_{H}$ અને $F_{V}$ દ્વારા મળતું ટોર્ક દ્વારા કોણીય વેગમાનનો ફેરફારનો સમયદર $\frac{ m \ell^{2}}{12} \omega^{2} \sin \theta \cos \theta$ મળે છે.તો $\theta$નું મૂલ્ય ..... .
એક મિટર સ્કેલ નું સમતોલન $40 \,cm$ પર છે જ્યારે $10\, g$ અને $20 \,g$ ના પદાર્થને $10 \,cm$ અને $20\, cm$ પર મૂકેલા છે તો મિટર સ્કેલનું વજન ...... $g$ હશે ?
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે $W$ વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવેલ છે. ઊર્ધ્વદિશા (શિરોલંબ) સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણા અનુક્રમે $36.9^{\circ}$ અને $53.1^{\circ}$ છે. આ સળિયાની લંબાઈ $2\; m$ છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વકેન્દ્રના અંતર $d$ ની ગણતરી કરો.