સમાન જાડાઈ અને ઉષ્મા વાકહતા અનુક્રમે $K$ અને $2K$ ધરાવતા અલગ અલગ દ્રવ્યનો બનેલા બ્લોકને જોડીને બનાવેલ સંયુક્ત બ્લોકને ધ્યાનમાં લો. આ બ્લોકની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
$\sqrt {2K} $
$3K$
$\frac{4}{3}K$
$\frac{2}{3}K$
બે દ્રવ્યોની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1 : 2$ છે. તો આજ દ્રવ્યોેના સળીયાની લંબાઇનો ગુણોત્તર $1 : 2$ અને આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $2 : 1$ હોય તો તેમના ઉષ્મિય અવરોધનો ગુણોત્તર ........
નીચેનામાંથી કયો નળાકાર સળિયો (ત્રિજ્યા $ r$ અને લંબાઈ $l$), દરેક સમાન દ્રવ્યનો બનેલો છે, જેના છેડા વચ્ચે સમાન તાપમાનનો તફાવત ધરાવે છે, મહત્તમ ઉષ્માનું વહન કરશે?
આકૃતિ $(i)$ માં $20$ કેલરી ઉષ્મા $4$ મિનિટમાં પસાર થતી હોય,તો આકૃતિ $(ii)$ માં $20$ કેલરી ઉષ્મા ....... $(\min.)$ સમયમાં પસાર થાય?
બધી રીતે સરખા કોપર અને લોખંડના સળિયાને મીણનું આવરણ લગાવવામાં આવે છે,બંનેના એક છેડાને ગરમ પાણીમાં રાખતા $ 8.4cm $ અને $ 4.2cm $ સુધી મીણ પીગળે છે.જો કોપરની ઉષ્મા વાહકતા $0.92$ હોય,તો લોખંડની ઉષ્મા વાહકતા શોધો.
કોપર,બ્રાસ અને સ્ટિલના ત્રણ સળિયાને $Y-$ આકારની સંરચના કરવા માટે વેલ્ડિંગ કરવામાં આવે છે.દરેક સળિયાના આડછેદનું ક્ષેત્રફળ $4 $ $cm^2$ છે.કોપર સળિયાના છેડે $100^o $ $C$ તાપમાન જયારે બ્રાસ અને સ્ટિલ સળિયાઓને છેડે $ 0^o $ $C$ તાપમાન જાળવવામાં આવે છે.કોપર,બ્રાસ અને સ્ટિલના સળિયાઓની લંબાઇ અનુક્રમે $46,13 $ અને $12$ cms છે. આ સળિયાઓ છેડેથી જ તાપમાનના સુવાહક છે.જયારે આજુબાજુથી અવાહક છે.કોપર,બ્રાસ અને સ્ટિલની ઉષ્મા વાહકતા અનુક્રમે $0.92,0.26 $ અને $ 0.12 $ $CGS $ એકમમાં છે.કોપર સળિયામાંથી પસાર થતો ઉષ્મા વહન-દર ....... $cal\, s^{-1}$