બર્નુલીનું સમીકરણ $P + \frac{1}{2}\rho {V^2} + \rho gh = K$ છે.તો $K/P$ નું પારિમાણીક સૂત્ર કોના જેવું હશે?
બળ
દબાણ
ખૂણો
શ્યાનતા ગુણાંક
પ્રગામી તરંગનું સ્થાનાંતર $y = A\,sin \,(\omega t - kx)$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં $x$ એ અંતર અને $t$ એ સમય છે તો $(i)$ $\omega $ અને $(ii)$ $k$ ના પારિમાણિક સૂત્રો લખો.
એક નિશ્ચિત મૂળ $u=\frac{A \sqrt{x}}{x+B}$ થી $x$ અંતર સાથે કણોની સંભવિત ઊર્જા બદલાય છે, જ્યાં $A$ અને $B$ અચળાંકો છે. $A$ અને $B$ ના પરિમાણો અનુક્રમે કયા છે?
$W = \frac{1}{2}\,\,K{x^2}$ સૂત્રમાં $K$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
જો ${E}, {L}, {m}$ અને ${G}$ અનુક્રમે ઉર્જા, કોણીય વેગમાન, દળ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો સૂત્ર ${P}={EL}^{2} {m}^{-5} {G}^{-2}$ માં રહેલ રાશિ $P$ નું પરિમાણિક સૂત્ર કેવું થાય?