સમાન દબાણ $(P)$, કદ $(V)$ અને તાપમાન $(T)$ ધરાવતા એક પરમાણિય વાયુઓના પાત્ર $A$ અને $B$ ધ્યાનમાં લો. $A$ માંના વાયુનું તેના મૂળ કદના $\frac{1}{8}$ માં ભાગ જેટલું સમતાપી સંકોચન જ્યારે $B$ માંના વાયુનું તેના મૂળ કદના $\frac{1}{8}$ ભાગ જેટલું સમોષ્મી સંકોચન કરવામાં આવે છે. તો પાત્ર $B$ માંના વાયુના અંતિમ દબાણ અને $A$ માંના વાયુના અંતિમ દબાણનો ગુણોતર .......... છે.

  • [JEE MAIN 2023]
  • A

    $8$

  • B

    $8^{\frac{3}{2}}$

  • C

    $\frac{1}{8}$

  • D

    $4$

Similar Questions

એક એક પરમાણ્વિક વાયુનું દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ ને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_i$ થાય.જો તે જ વાયુને સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_a$ થાય તો ગુણોત્તર $\frac{{{P_a}}}{{{P_i}}}$ કેટલો થાય?

  • [AIEEE 2012]

પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ $ {T_1}, $ તાપમાને ભરેલ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને સમોષ્મી રીતે ${T}_{2}$ તાપમાન સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે વિસ્તરણ પહેલા અને પછી વાયુના સ્થંભની લંબાઈ હોય તો $\frac{T_{1}}{T_{2}}$ નું મૂલ્ય કેટલું હશે?

  • [IIT 2000]

શરૂઆતનું તાપમાન $T\, K$ વાળા એક મોલ આદર્શ વાયુનું પર $6R$ જેટલું સમોષ્મી કાર્ય થાય છે. જો વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{5}{3}$ હોય, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય?

  • [AIPMT 2004]

$ {V_0} $ કદ ધરાવતા સમોષ્મી નળાકાર પાત્રને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પિસ્ટન વડે બે સમાન ભાગમાં વિભાજીત કરેલ છે.ડાબી બાજુમાં $P_1$ દબાણે અને $T_1$ તાપમાને, જયારે જમણી બાજુમાં $P_2$ દબાણે અને $T_2$ તાપમાને આદર્શ વાયુ $ ({C_P}/{C_V} = \gamma ) $ ભરેલ છે.પિસ્ટનનું સૂક્ષ્મ સ્થાનાંતર $x$ જમણી બાજુ કરાવીને છોડી દેતાં સમતોલનમાં આવે, ત્યારે બંને ભાગનું દબાણ કેટલુ થાય?

આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં સમાન વાયુ માટે બે જુદા-જુદા સમોષ્મી પથો બે સમતાપીય વક્રોને છદે છે. $\frac{V_a}{V_d}$ ગુણોત્તર અને $\frac{V_s}{V_c}$ ગુણોત્તર વચ્ચેનો સંબંધ. . . . . . . છે.

  • [JEE MAIN 2024]