ન્યુક્લિયસના બંધારણ માટે વપરાતા જુદા-જુદા પદોને વ્યાખ્યાયિત કરો.
મુક્ત પ્રોટોન સ્થાયી છે જ્યારે મુક્ત ન્યૂટ્રોન અસ્થાયી છે.
ન્યુટ્રોનનું વિભંજન (ક્ષય) થતાં નીચે મુજબનું ન્યુક્લિયર સમીકરણ મળે છે.
${ }_{0} n^{1} \rightarrow{ }_{1} p^{1}+{ }_{-1} e^{0}+{ }_{0} v^{0}$ જ્યાં ${ }_{0} v^{0}$ એન્ટિન્યુટ્રિનો છે.
આમ, ન્યૂટ્રોનનું વિભંજન થતાં એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને એક એન્ટિ ન્યૂટ્રિનો મળે છે. તે $1000\,s$ નો સરેરાશ જીવનકાળ ધરાવે છે.
ન્યૂટ્રોન એ ન્યુક્લિયસની અંદર સ્થાયી છે.
ન્યુક્લિયસનું બંધારણ :
ન્યુક્લિયોન $(A) :$ પરમાણુના ન્યુક્લિયસમાં હાજર પ્રોટૉન અને ન્યૂટ્રૉનની સંખ્યાના સરવાળાને ન્યુક્લિયોન કહે છે. પરમાણુક્રમાંક $(z)$ : પરમાણુ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેથી તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટૉનની સંખ્યાને
પરમાણુક્રમાંક કહે છે.
પરમાણુદળાંક $(A)$ $:$ $z + N$ પરમાણુના ન્યુક્લિયસમાં રહેલાં પ્રોટૉન અને ન્યૂટ્રૉનના કુલ દળને પરમાણુદળાંક $(A)$
કહે છે.
ન્યૂટ્રૉનક્રમાંક (અંક) $N :$ પરમાણુના ન્યુક્લિયસમાં હાજર ન્યૂટ્રૉનની સંખ્યાને ન્યૂટ્રૉનક્રમાંક $N$ કહે છે.
: N = A -Z
ન્યુક્લાઇડ $:$ ન્યુક્લિયસના પ્રકારને ન્યુક્લાઇડ કહે છે અને તેને ${ }_{Z}^{A} X$ અથવા $z ^{ X ^{ A }}$ સંકેતથી દર્શાવાય છે. જયાં $X$એ તત્ત્વની રાસાયણિક સંજ્ઞા છે.
દા.ત. : સોનાનો ન્યુક્લાઇડ ${ }_{79}^{197} Au$ છે જેમાં $197$ ન્યુક્લિયોન, $79$ પ્રોટૉન અને $197 -79 = 118$ ન્યૂટ્રૉન છે.
$\alpha$ - કણોનું દળ ........છે.
${ }_{6} C^{13}$ અને ${ }_{7} N^{14}$ ન્યુક્લિયસ એ ......
ન્યુક્લિયર બળની વ્યાખ્યા લખો.
$\alpha $-પ્રકીર્ણનના પ્રયોગ પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી અંદાજવામાં આવી ?
${ }^{135} Cs$ થી ${ }^{40} Ca$ ની પરમાણુ ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર $.....$ છે.