નિર્બળ એસિડ $HX$ ના આયનીકરણ અચળાંક ${K_a}$ નું સૂત્ર તારવો.
નિર્બળ એસિડ,$HX$ જલીય દ્રાવણમાં આંશિક આયનીકરણ પામે છે. $HX$ નું દ્રાવણ સંતુલન નીચે પ્રમાણે રજૂ થાય.
સંતુલન :$\mathrm{HX}_{\text {(aq) }}+\mathrm{H}_{2} \mathrm{O}_{\text {(l) }}+\mathrm{H}_{3} \mathrm{O}_{\text {(aq) }}^{+}+\mathrm{X}_{\text {(aq) }}^{-}$
ધારોક અવિયોજિત $HX$ ની પ્રારંભિક સાંદ્રતા $= C\alpha M$
આયનીકરણ પામતો $\mathrm{HX}=\mathrm{C} \alpha \mathrm{M}$
જેથી HX ની સાંદ્રતામાં $\mathrm{C} \alpha$ જેટલો ધટાડો થઈ સંતુલને $[\mathrm{HX}]=(\mathrm{C}-\mathrm{C} \alpha)=\mathrm{C}(1-\alpha)$ સંતુલને $\left[\mathrm{H}_{3} \mathrm{O}^{+}\right]=\left[\mathrm{X}^{-}\right]=\mathrm{C} \alpha \mathrm{M}$ ઍસિડ $HX$ ની ઉપરની સંતુલિત પ્રક્રિયા પ્રમાણે
$\mathrm{K}=\frac{\left[\mathrm{H}_{3} \mathrm{O}^{+}\right]\left[\mathrm{X}^{-}\right]}{[\mathrm{HX}]\left[\mathrm{H}_{2} \mathrm{O}\right]} \quad \therefore \mathrm{K}\left[\mathrm{H}_{2} \mathrm{O}\right]=\frac{\left[\mathrm{H}_{3} \mathrm{O}^{+}\right]\left[\mathrm{X}^{-}\right]}{[\mathrm{HX}]}$
જેમાં $\left[\mathrm{H}_{2} \mathrm{O}\right]=$ અચળ $=\mathrm{K}^{\prime}$ તો
$\mathrm{K}\left[\mathrm{H}_{2} \mathrm{O}\right]=\mathrm{K} \times \mathrm{K}^{\prime}$ નવો અચળાંક $\mathrm{K}_{a}$
જ્યાં K K $_{a}=$ નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક
$\therefore \mathrm{K}_{a}=\frac{\left[\mathrm{H}_{3} \mathrm{O}^{+}\right]\left[\mathrm{X}^{-}\right]}{[\mathrm{HX}]}=\frac{\left[\mathrm{H}_{3} \mathrm{O}^{+}\right]^{2}}{[\mathrm{HX}]}$
$\therefore \quad \mathrm{K}_{a}= \frac{(\mathrm{C} \alpha)(\mathrm{C} \alpha)}{\mathrm{C}(1-\alpha)}=\frac{\mathrm{C} \alpha^{2}}{\left(1-\alpha^{2}\right)}$
ઉપરનું સૂત્ર નિર્બળ ઍસિડ $HX$ ના દ્રાવણનો આયનીકરણ અચળાંક ગણવાનું સૂત્ર છે.
$N{H_4}OH$ નો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$ છે. $0.15$ મોલ $N{H_4}OH$ અને $0.25$ મોલ $N{H_4}OH$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો.
$2\%$ આયનીક નિર્બળ એસિડના $0.1$ જલીય દ્રાવણમાં $[{H^ + }]$ ની સાંદ્રતા અને $[O{H^ - }]$ આયનોની સાંદ્રતા કેટલી હશે?
$[$પાણીનો આયનીય ગુણાકાર $ = 1 \times {10^{ - 14}}]$
એવું જાણવા મળ્યું છે કે એક કાર્બનિક ઍસિડની તેના $0.01$ $M$ સાંદ્રતાના દ્રાવણની $pH$ $4.15$ છે. ઋણાયનની સાંદ્રતા, ઍસિડનો આયનીકરણ અચળાંક અને તેનો $p{K_a}$ ગણો.
નીચેના એસિડમાંથી કયો સૌથી ઓછી $ pK_a$ મૂલ્ય ધરાવે છે ?
$25\,°C$, એ $BOH$, બેઇઝનો સંતુલન અચળાંક $1.0 \times 10^{-12}$ છે. $0.01 \,M$ જલીય દ્રાવણ બેઇઝમાં હાઇડ્રોકસાઇડ આયનની સાંદ્રતા ....... મળશે ?